ભારત અને જાપાન સાથે મળીને એશઇયામાં નવી ઊંચાઇઓ સર કરશે એવો આશાવાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારેગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલ ઈન્ડો-જાપાન વાર્ષિક સમિટમાં વ્યકત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની ઉપસ્થિતિમાં ગુરૂવારે બપારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી ઈન્ડો-જાપાનસમિટમાં બંને દેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સમિટનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસ અને જાપાન સાથેની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતના પ્રારંભથી જ જાપાન પાર્ટનર છે. તેમણે કહ્યું કે, ગીફટ સીટી, સેઝ સહિત દરિયા કિનારાની સાથે ગુજરાત ઓટો હબ થઇ રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતના પ્રારંભથી જ જાપાન પાર્ટનર છે. વધુમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવા પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-જાપાન સાથે મળી એશિયામાં નવી ઉંચાઈઓ સર કરશે. આ તકે રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પહેલા સવારે બુલેટ ટ્રેનના ખાત મુહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટથી ગુજરાતને થનારા લાભ ગણાવ્યા હતા. તેમણે ગુજરાત અને મુંબઈનું આવન જાવનમાં ઘટાડો થશે.જેથી કોઈ દર્દીએ પણ જો ગુજરાતથી મુંબઈ સારવાર અર્થે જવું હશે તો સરળ હશે તેમ કહ્યુ હતું.
આ પણ વાંચો
જાપાનના વડાપ્રધાનનું નવુ સૂત્ર, ‘જય ઈન્ડિયા જય જાપાન’
આતંકવાદ પર પાકિસ્તાનને ઝટકો, આબેએ કહ્યું-26/11ના હુમલાખોરોને પાકિસ્તાન સજા કરે
PM મોદી- આબેનો રોડ શો, ગાંધી આશ્રમની મુલાકાત : જુઓ પ્રથમ દિવસનું સંપૂર્ણ કવરેજ