GSTV
Home » News » ભારત અને ચીનના ડોકલામ વિવાદ વચ્ચે ચીને ઉત્તરી ડોકલામમાં કબજો કર્યો

ભારત અને ચીનના ડોકલામ વિવાદ વચ્ચે ચીને ઉત્તરી ડોકલામમાં કબજો કર્યો

ભારત અને ચીન વચ્ચે ચાલતા ડોકલામ વિવાદ દરમિયાન ચીને ઉત્તરી ડોકલામમાં કબજો કર્યો હોવાનો દાવો કરાયો છે. જે અંગેનો ખુલાસો સેટેલાઈટ તસવીર દ્વારા કરવામાં આવ્યો છે. ચીની સૈનિકોએ ઉત્તરી ડોકલામમાં સાત હેલીપેડ અને સૈન્ય વાહનો પણ તૈનાત કર્યા છે.

તસવીરમાં કેટલીક સિમેન્ટ કોંક્રિટની ચોકીઓ નજરે પડી રહી છે. ચીની સેનાએ હેલીપેડ એટલા મોટા બનાવ્યા છે કે જેની ઉપર સૈન્યના મોટા હેલીકોપ્ટરને પણ ઉતારી શકાય છે. સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની હોવાનો દાવો છે. ચીન ડોકલામમાં મોટા પ્રમાણમાં સૈન્ય સામગ્રીપણ પહોંચાડી રહ્યું છે.

ચીને અહીં ઝેડબીએલ-09 આઈએફવી લડાકુ વિમાનને તૈનાત કર્યા છે. નાના ટેંકની પાર્કિંગ પણ તસવીરમાં જોવા મળી છે. સૈન્ય સાધનો સાથે 100થી વધારે ચીની સૈનિકો અહીં તૈનાત કરવામાં આવ્યા છે. ચીને ભારતીય સૈન્યની ગતિવિધિ પર નજર રાખવા માટે 10 મીટર ઉંચા બે ટાવરનું નિર્માણ કર્યું છે. નવી ચોકીઓને પઠારની પાસે આવેલા પહાડ પર બનાવવામાં આવી છે.

અગાઉ ચીની સૈનિકોએ અરૂણચાલ પ્રદેશના તૂતિંગ વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી. જોકે ભારતીય સેનાની સતર્કતાના કારણે ચીની સૈનિકોને ભાગવુ પડ્યું હતુ. 72 દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદ બાદ ફરીવાર ડોકલામ વિવાદને હવા મળી શકે છે.

ડોકલામ વિવાદના કારણે ચીન અને ભારતના સંબંધમાં પણ કડવાશ ભળી છે. અગાઉ સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે એલઓસીના બદલે ચીની સીમા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાના સંકેત પણ આપ્યા છે.

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!