GSTV
Home » News » ભારતે પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, અમારા પાયલટને કંઇ થયું તો…

ભારતે પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, અમારા પાયલટને કંઇ થયું તો…

fighter plane

ભારતીય હવાઇ દળના ખૂંખાર પાયલટ અભિનંદને પાકિસ્તાન મુક્ત કરવા માટે સંમત થયા છે, જોકે તેણે ભારત પાસે એક પૂર્વ શરત મૂકી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશીએ પાકિસ્તાની મીડિયાને નિવેદન આપીને જણાવ્યું હતું કે જો સંજોગો સામાન્ય થઈ જાય તો તેઓ ભારતીય પાયલટ અભિનંદનને મુક્ત કરવાનું વિચારી શકે છે. આ નિવેદન શાહ મહમુદ કુરેશી તરફથી ત્યારે આવ્યું હતું કે જ્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમની હવાઈ જગ્યામાં બે ભારતીય ફાઇટર જેટને માર્યા ગયા છે. ભારતે હવે પાયલટને લઇને ધમકી આપી છે કે, પાયલટ નહીં છોડાય તો કાર્યવાહી થશે.

બુધવારે પાકિસ્તાની વાયુસેનાના હુમલાના જવાબમાં આઇએએફનું મિગ -21 વિમાન ક્રેશ થયું અને પાકિસ્તાન સરહદની અંદર ક્રેશ થયું. પાઇલટ અભિનંદનને પાકે પકડી લીધો છે. આ અગાઉ પાકિસ્તાને બે ભારતીય પાયલટને ધરપકડ કરવાનું કહ્યું હતું, પરંતુ તે પછી પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે માત્ર એક જ ભારતીય પાયલટ તેમના કબજામાં છે.

આ પહેલા પાકિસ્તાને આવો દાવો કર્યો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ ફરી એકવાર મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર આસિફ ગફૂરે દાવો કર્યો હતો કે તેમના લડાકૂ વિમાને ભારતના અનેક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ ભારતને તે બતાવવાનો હતો કે અમારી સેનામાં દમ છે. પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે તેમણે ભારતના બે પાયલટોને હિરાસતમાં લીધા છે.

શાંતિનો રાગ આલાપ્યા બાદ પાકિસ્તાન હવે ક્રૂરતા પર ઉથરી આવ્યું છે. એક બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના નિવેદનમાં કહે છે કે તે શાંતિ ઇચ્છે છે તેવામાં તેની સેના ભારતના એક કમાન્ડરને હિરાસતમાં લેતી તસવીરો શેર કરે છે. જે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. પરંતુ ઘમંડી પાકિસ્તાન તે ભૂલી ગયું છે કે તેણે આ વખતે ઘણી મોટી ભૂલ કરી દીધી છે.

imaran khan

સમગ્ર ભારત ગુમ થયેલા એરફોર્સના વિંગ કમાન્ડરની સાથે છે. પાકિસ્તાને તે માની લેવું જોઇએ કે તેણે અભિનંદનને સકુશળ ભારત પરત મોકલવો જ પડશે. સોશિયલ મીડિયાથી લઇને ચારેકોર અભિનંદનની વાપસીને લઇને અભિયાન શરૂ થઇ ગયું છે અને સૌકોઇ તેની બહાદુરને સલામ કરી રહ્યા છે.

ભારતે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને સ્પષ્ટપણે કહી દીધું છે કે અમારો ફાયટર પાયલટ અમને પરત સોંપી દો. જો કે પાકિસ્તાન પાસે હવે બીજો કોઇ વિકલ્પ જ નથી. કારણ કે જીનીવા સંધિ અનુસાર પાકિસ્તાન અમારા પાયલટને હાથ પણ ન લગાવી શકે. ભારતે વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે પાકિસ્તાન આ સંધિનું ઉલ્લંઘન કરી ચુક્યું છે કારણ કે તેણે પાયલટની ઘાયલ તસવીરો અને વીડિયો શેર કર્યા છે જે નિયમોની વિરુદ્ધ છે.

પાયલટને હાથ પણ ન અડાવી શકે પાકિસ્તાન

એવામાં જણાવી દઈએ કે યુદ્ધ દરમિયાન કેદ થયેલા કેદીઓના નિયમો શું હોય છે ? આંતરાષ્ટ્રીય જિનેવા સંધિમાં યુદ્ધબંદિને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે. જે નિયમ પ્રમાણે યુદ્ધબંદિઓને ડરાવી કે ધમકાવી ન શકાય કે તેનું અપમાન ન કરી શકાય. યુદ્ધબંદિને લઈને જનતામાં ઉત્સુકતા પણ પેદા ન કરી શકાય.

જિનેવા સંધિ અનુસાર, યુદ્ધબંદિઓ પર મુકદ્દમો કરવામાં આવે અથવા તો યુદ્ધ બાદ તેને પરત કરી દેવામાં આવે. પકડી જવા પર યુદ્ધમાં કેદ થયેલા સૈનિકને પોતાનું નામ, સૈન્ય પદ અને નંબર બતાવવાનો પ્રવધાન કરવામાં આવે છે.

જો કે દુનિયાના કેટલાક દેશોએ જિનેવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યું છે. જિનેવા સંધિનો અર્થ એ થાય છે કે, બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં તૈયાર કરવામાં આવેલ સંધિઓ અને નિયમોથી છે. જેનો મુખ્ય મકસત યુદ્ધ સમયે માનવીય મુલ્યોને બનાવી રાખવાનો છે. જે માટે તમામ કાનૂન તૈયાર કરવામાં આવ્યા છે.

Related posts

એકબીજાને સારા મિત્રો ગણાવતા મોદી અને ટ્રમ્પ આટલી વખત કરી ચુક્યા છે મુલાકાત

Nilesh Jethva

ભારત માટે રશિયાનું સ્થાન અમેરિકાએ લીધું, 25 હજાર કરોડની ડિફેન્સ ડીલની સંભાવના

Nilesh Jethva

અમદાવાદ આવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી રવાના, જાણો મીનિટ-ટૂ-મીનિટનો કાર્યક્રમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!