GSTV
Home » News » ભારતીય સૈન્યનો આક્રમક જવાબ, પાકની કેટલીક ચોકીઓ અને પોસ્ટનો બોલાવ્યો ખાતમો

ભારતીય સૈન્યનો આક્રમક જવાબ, પાકની કેટલીક ચોકીઓ અને પોસ્ટનો બોલાવ્યો ખાતમો

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની સૈન્ય સરહદે ગોળીબાર કરી રહ્યું છે જ્યારે આ વર્ષે એક ભારતીય જવાનનું ગળુ કાપ્યાની ઘટના પણ સામે આવી હતી. આ સ્થિતિ વચ્ચે ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપવાની જાહેરાત કરી હતી. એવા અહેવાલો છે કે સૈન્ય દ્વારા પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી સરહદે કરવામાં આવી છે અને ભારતીય સૈન્યએ પાક.ની કેટલીક ચોકીઓ અને પોસ્ટનો ખાતમો બોલાવ્યો છે. સોમવારે સુરક્ષા અધિકારીઓએ આ અંગેની માહિતી મીડિયાને આપી હતી. છેલ્લા ઘણા સમયથી ભારતીય સૈન્ય પર હુમલા થઇ રહ્યા છે જેનો બદલો લેવા માટે ભારતીય સૈન્યએ સરહદે એક મોટુ સર્જિકલ સ્ટ્રાઇક જેવું ઓપરેશન પાર પાડયું છે અને પાકિસ્તાનની જેટલી પણ ચોકીઓ અને પોસ્ટ સરહદે આવેલી છે તેની વિરુદ્ધ આક્રામક કાર્યવાહી કરી છે.

ખાસ કરીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં આ કાર્યવાહી કરવામાં આવી છે. ૨૩મી ઓક્ટોબરે પૂંચ અને ઝલ્લાસ સેક્ટરમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા તોપમારો કરાયો હતો. જેનો બદલો લેવા માટે બીએસએફએ સરહદે મોટુ ઓપરેશન પાર પાડયું છે અને પાકિસ્તાનની જેટલી પણ ચોકીઓ સરહદ નજીક છે તેના પર ગોળીઓનો વરસાદ કર્યો છે. એવા અહેવાલો છે કે ભારતીય સૈન્યના આ ઓપરેશન બાદ પીઓકેમાં પાકિસ્તાની હેડક્વાર્ટ પરથી મોટા પ્રમાણમાં ધુમાડા જોવા મળ્યા હતા. જેને પગલે પુરી શક્યતાઓ છે કે આ ઓપરેશનમાં પાક.ને મોટી લપડાક લાગી છે. આ ઓપરેશનની કેટલીક સેટેલાઇટ તસવીરો પણ સોમવારે જારી કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે પાકિસ્તાનનું એક હેડક્વાર્ટરનો ખાતમો બોલી ગયો હતો.

૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સૈન્ય સરહદે સતત ગોળીબાર કરી રહ્યું છે, આતંકીઓને ઘુસાડવા માટે થોડા દિવસ પહેલા થયેલા ગોળીબારમાં ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે એક જવાનનુ ગળુ કાપી આંખો કાઢી લેવામાં આવી હતી. જે બાદ જ ભારતીય સૈન્યએ પણ બદલો લેવાની જાહેરાત કરી હતી. અગાઉ સૈન્ય વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે કેમ તેને ગુપ્ત જ રહેવા દેવું જોઇએ. બીજી તરફ જમ્મુ કાશ્મીર ગવર્નરના એડવાઇઝરે સાંબા અને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી હતી. વિજય કુમાર નામના આ એડવાઇઝરે જમ્મુમાં આવેલા બીએસએફના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. 

Related posts

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah

કર્ણાટક સંકટ: યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટ પર અડગ, ભુખ્યા રહેશુ પણ આજે જ કરાવો વોટિંગ

Kaushik Bavishi

રાજ્યસભામાં સાંસદોએ કર્યુ આવુ વર્તન કે ઉપસભાપતિ થયા નારાજ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!