આંતર રાષ્ટ્રીય બજારોમાંથી મળતા નબળા સંકેતોને પરિણામે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. મુખ્ય સૂચકાંક બીએસસી સેન્સેક્સ 125 અંકની નબળાઈ સાથે 31, 136ની સપાટીએ જ્યારે નિફ્ટી 36 અંક ઘટીને 9, 631ના સ્તરે વેપાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોર એક્સચેન્જના મિડકેપમાં 0.37 તથા સ્મોલકેપ 0.52 ટકા નબળાઈ સાથે વેપાર કરી રહ્યો છે. નબળા આંતરરાષ્ટ્રીય સંકેતોને પરિણામે તમામ એશિઆઈ બજારો પણ નીચા આવી ગયા હતા. જાપાનનો નિક્કેઈ 0.36 ટકા ઘટીને 19,941ના સ્તરે, ચીનનો શાંઘાઈ 0.40 ટકા સાથે 3,145ના સ્તરે, ચીનનો શાંઘાઈ 0.40 ટકાની નબળાઈ સાથે 3,145ના સ્તરે તો હૈંગસૈગ 1.22 ટકાની નબળાઈ સાથે 25,712ની સપાટીએ વેપાર કરી રહ્યો હતો. કોરિયાનો કોસ્પી 0.92 ટકા ઘટીને 2,359ના સ્તરે વેપાર કરી રહ્યો છે. ગત શુક્રવારે બજાર બંધ થતા અમેરિકન સૂચકાંક ડાઓ જોન્સ 0.42 ટકાના વધારા સાથે 21, 271ના સ્તરે, એમએન્ડપી 5000.08.ટક નબળાઈ સાથે 2,431 સ્તરે તથા નાસ્ડૈક 1.80 ટકાની નબળાઈ સાથે 6, 207ના સ્તરે બંધ થયા હતા.
આજે બજાર ખૂલતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ 13 પૈસા નબળો પડયો હતો અને હાલમાં 64.36ના સ્તરે વેપાર કરી રહ્યો છે.