GSTV
Home » News » ભારતીય વાયુસેનામાં સામેલ થઇ શકે ઘાતક ડ્રોન, ભારતના પ્રસ્તાવ પર USના સકારાત્મક સંકેત

ભારતીય વાયુસેનામાં સામેલ થઇ શકે ઘાતક ડ્રોન, ભારતના પ્રસ્તાવ પર USના સકારાત્મક સંકેત

ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે પોતાના સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યા છે. રશિયા અને ઇઝરાયેલ બાદ ભારત હવે અમેરિકાના હથિયારો તરફ પણ નજર દોડાવી રહ્યું છે. ત્યારે ભારતે અમેરિકા પાસેથી હથિયારોથી સજ્જ ડ્રોન ખરીદવાની ઇચ્છા રજૂ કરી હતી. જેના પર અમેરિકન અધિકારીએ સકારાત્મક સંકેત આપ્યા છે.

આ દાવો કર્યો અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ. તેમણે કહ્યું છે કે ટ્રમ્પ સરકાર ભારતની આ માગણી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે જેમાં ભારત પોતાની વાયુસેનામાં સામેલ કરવા માટે હથિયારથી સજ્જ ડ્રોન ખરીદવા ઇચ્છી રહ્યું છે. જ્યારે આ અધિકારીને પૂછવામાં આવ્યું  શું અમેરિકા ભારતની ડ્રોન અંગેની માગણી પર વિચાર કરી રહ્યું છે. ત્યારે તેમણે હકારાત્મક જવાબ આપ્યો. અને માગણી પર સહમતી વ્યક્ત કરી. જો આ અમેરિકન ડ્રોન ભારતીય વાયુસેનામાં સામેલ થઇ જાય તો દેશની વાયુસેનાની રક્ષા ક્ષમતામાં ઘણો વધારો થશે.

ભારત તરફથી ચાલુ વર્ષે અમેરિકા સમક્ષ  ડ્રોન ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ભારતીય વાયુસેનાએ અમેરિકા પાસેથી જનરલ એડમિક્સ પ્રીડેટર સી અવેન્જર્સ ડ્રોન ખરીદવાની વાત કરી હતી. જેના પર હજુ વિચારણા ચાલી રહી છે. 26 જૂને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત બાદ અમેરિકા ભારતીય વાયુસેનાની આ માગણી પર વિચારણા કરી રહ્યું છે. ભારતીય વાયુસેનાને આવા આશરે 80થી 100 જેટલા ડ્રોનની જરૂર છે. આ કરાર માટે ભારતે 8 અબજ ડોલર ચુકવવાના રહેશે.

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ અમેરિકાએ એલાન કર્યુ હતુ કે તે ભારતને 22 હથિયાર રહિત ગાર્ડિયન ડ્રોન વેચશે. જે હિંદ મહાસાગરમાં ભારતીય સમુદ્રી સરહદની દેખરેખ રાખશે. આ ડ્રોનથી ભારતીય નેવી હિંદ મહાસાગરમાં પહેલાની સરખામણીએ વધારે મજબૂત બનશે. જો અમેરિકા હથિયારોથી સજ્જ ડ્રોન માટેની ભારતની માગણીને સ્વિકારી લેશે અને ભારતને ડ્રોન આપશે તો ભારતીય વાયુસેના દુશ્મનોની સરખામણીએ વધુ ઘાતક બની જશે.

 

Related posts

દિલ્હીના સીએમ કેજરીવાલ 4 કલાકથી ઉમેદવારી ફોર્મ ભરવા બેઠા છે લાઈનમાં, સિસોદીયા ભાજપ પર બગડ્યા

Karan

મોદી સરકારના મંત્રીઓ કાયર અને ડરપોક, કોંગ્રેસી નેતાએ આ મામલે કાઢી ઝાટકણી

Nilesh Jethva

બંધ થવા જઈ રહ્યું છે આ પેમેન્ટ વૉલેટ, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!