GSTV

ભારતીય બેન્કિંગ ક્ષેત્રે થઇ શકે છે મોટી કાયાપલટ

પીએસયુ બેન્કોમાં આંતરિક નિયંત્રન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નક્કર પગલાંની આવશ્યકતા છે તેવું અનુભવી એસેન્ડપી ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું છે કે બેન્કિંગ ક્ષેત્રે 2019-20માં મોટી કાયાપલટ થઇ શકે છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં તેજાતરમાં જ થયેલા રૂ. 13,000 કરોડનું ફ્રોડ ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં દેખરેખ અને પારદર્શક ધોરણોમાં સહજ નબળાઇ દેખાડે છે, તેમાંયે ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોનો સમાવેશ થાય છે.

‘શું વૈશ્વિક સુધારાઓ મોટા ભાગની ઉભરતા બજારોમાં બેન્કોને ઉગારી શકશે’ શિર્ષકવાળા એક રિપોર્ટમાં એસએન્ડપીએ જણાવ્યું હતું કે સરકારે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સને આઘાપાછા કરીને પગલાં લીધા છે પરંતુ બેન્કોમાં સુધારાઓ અને તેમની આંતરિક નિયંત્રણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વધુ નક્કર પગલાંની જરૂર છે. અમે માનીએ છીએ કે મજબૂત કાનૂની માળખુ જ હવે પછીની ધિરાણ સાયકલમાં સુધારાને દરને આગળ ધપાવી શકશે.

બેન્કો પોતાની બેલેન્સ શીટને ક્લિન કરી કરી હોવાથી અને નબળી લોન્સ પૂરી પાડતી હોવાથી અમે માનીએ છીએ કે જાહેર ક્ષેત્રનું બેન્કિંગ બીજા વર્ષે પણ જંગી નુકસાન થયું હોવાનું જાહેર કરશે. જાહેર ક્ષેત્રેની બેન્કોમાં સૂચિત રિકેપિટલાઇઝેશન બેન્કોને ભરપાઇ ન થયેલી લોન્સ પરના નુકસાનને સાંકડુ કરવામાં મદદ કરશે તેમજ રેગ્યુલેટર દ્વારા જરૂરી મૂડીની જરૂરિયાતને પણ પહોંચી વળશે. અમે 2020માં ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં કાયાપલટ થવાનું જોઇ રહ્યા છીએ.

ભારતીય પીએસયુ બેન્કો 13.15 ટકા નબળી બેન્કોના ભારણ નીચે દબાયેલી છે તેવું નિરીક્ષણ હોવા છતા સપ્ટેમ્બર 2017ના રોજ એનપીએ 10.2 ટકાના સ્તરે હતી. અમેરિકન સ્થિત એજન્સી કહે છે કે ભારતીય બેન્કો હવે પછીના થોડા ક્વાર્ટર્સમાં નબળી લોનોમાંથી બેડ લોનની ઓળખની ક્રિયામાં વધારો કરશે. આ એનપીએલનો ઉકેલ નવા બેન્કરપ્ટસી કૉડ હેઠળ વેગ પકડશે.

2019ના વર્ષમાં જોગવાઇઓમાં વધારો અનુભવાશે. એજન્સીના અનુસાર ભારતનો જીડીપી વૃદ્ધિ દર 2019માં વધીને 7.6 ટકા અને 2020માં 7.8 થાય તેવી સંભાવના છે.

Related posts

લગ્ન પહેલાં દુલ્હન ભાગે તો મળશે ઈંશ્યોરન્સ, ભૂત-પ્રેતના વીમા પર પણ મળે છે ક્લેમ

Mansi Patel

આ મહિનામાં 5500 રૂપિયા સસ્તુ થયું સોનું, જાણો શું છે નવા ભાવ

Mansi Patel

સેલેરી એકાઉન્ટવાળા લોકોને ICICI BANK આપે છે આ ખાસ સ્કીમ, હવે EMIની નહી કરવી પડે ચિંતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!