GSTV
Home » News » ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને આપ્યો જન્મ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને આપ્યો જન્મ

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કરનારી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો છે. સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે ટ્વિટ કરીને આના સંદર્ભે જાણકારી આપી છે. બોલીવુડની ફિલ્મમેકર ફરાહ ખાને સોશયલ મીડિયા દ્વારા સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિકને શુભેચ્છા પાઠવી છે.

ફરાહ ખાને એક એનિમેટેડ તસવીર શેયર કરીને સોશયલ મીડિયા પર લખ્યું છે કે બેબી મિર્ઝા મલિક ઈઝ હીયર. આ તસવીર પર ફરાહનું ખુદનું એનિમેશન પણ છે. તેમાં તેણે લખ્યું છે કે તે ફોઈ બની ગઈ છે. ફરાહ ખાને તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે ફાઈનલી લાંબા સમય બાદ ઘણા સારા સમાચાર આવ્યા છે. શુભેચ્છાઓ સાનિયા મિર્ઝા, શોએબ મલિક અને બાળકના દાદી-નાની, ઈશ્વર તેને આશિષ આપે.

ફરાહ ખાન અને સાનિયા મિર્ઝા ઘણાં સ્થાનો પર એકબીજાની સાથે દેખાઈ ચુક્યા છે. તેઓ કપિલ શર્મા શૉ હોય કે કરણ જૌહર હોસ્ટેડ શૉ કોફી વિથ કરણ હોય. ફરાહ અને સાનિયા સાથે દેખાઈ ચુક્યા છે. પિતા બનેલા શોએબ મલિકે ટ્વિટ કરીને કહ્યુ છે કે ઘણી ઉત્સુકતા સાથે જણાવી રહ્યો છું કે પુત્ર થયો છે અને તેની પત્નીની તબિયત સારીચે અને હંમેશાની જેમ સ્ટ્રોન્ગ છે.

અહેવાલો છે કે સાનિયા મિર્ઝા ઈચ્છતી હતી કે ડિલીવરી બાદ તે ઝડપથી ટેનિસ કોર્ટ પર વાપસી કરે. તેમણે કહ્યુ છે કે સાનિયા મિર્ઝા 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાની યોજના બનાવી રહી છે. 2009માં સાનિયા મિર્ઝાએ પોતાના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી. જો કે બંનેના લગ્ન થયા નહીં અને 2010માં સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે નિકાહ કર્યા હતા. સાનિયા મિર્ઝાના ગર્ભવતી હોવાનું 23 એપ્રિલ-2018ના રોજ સોશયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યું હતું.

Related posts

શબાના આઝમીને પીએમ મોદીને અભિનંદન પાઠવવું પડ્યુ ભારે, લોકોએ ટ્રોલ કરીને હાલત બગાડી

Mansi Patel

ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર

Riyaz Parmar

સંસદનું સત્ર 5મી જૂનથી 15મી જૂન સુધી ચાલશે, રાષ્ટ્રપતિનાં અભિભાષણથી થશે શરૂઆત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!