ભારતીયોના ખોરાકમાં થઇ રહી છે વિટામિન્સની મોટી ઉપેક્ષા

   ભારતીય ખોરાકમાં અનિવાર્ય વિટામિનની અજ્ઞાનતા ખૂબ જોવા છે. વિટામીન એ, સી, બી ૧૨ અને ફોલિક એસિડની ટકાવારી ઘટાડા ની દ્રષ્ટિએ ઊત્તર ભારત ની સ્થિતિ સૌથી વધુ દયનિય છે. જ્યારે વિટામિન બી ૧નો સૌથી વધુ અભાવ દક્ષિણ ભારતના દર્દીઓમાં જોવા મળ્યો હતો. મહિલાઓ તેમજ પુરુષો અંગે થયેલા વિસ્તૃત વિશ્લેષણ માં જોવા મળ્યું કે, વિટામિન એ ,બી ૨ અને વિટામિન બી ૬ ની કમી મહિલાઓ માં વધુ પ્રમાણમાં જોવા મળે છે જ્યારે પુરુષોમાં વિટામીન સી અને બી ૧૨ની વધુ પ્રમાણમાં અછત જોવા મળે છે.


    ઝડપી શહેરીકરણ , ખાનપાનની ખોટી આદતો તેમજ બદલાયેલી જીવનશૈલીને કારણે સ્વસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ પરિમાણો પર ભારતીયોમાં પોષણની ખૂબ મોટી કમી જોવા મળી છે. એસઆરએલ દ્વારા હાથ ધરાયેલા વિશ્લેષણમાં એવી સ્પષ્ટતા કરી હતી કે,  વિટામીન એ, સી, બી૧, બી૬, બી૧૨ કરી અને ફોલેટમાંજે પ્રકારનો અભાવ છે તેના કારણે  અનેક ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.


     તે એસએલએલના વિશ્લેષણમાંથી બહાર આવ્યું છે કે દેશના અન્ય ભાગોની સરખામણીમાં ઉત્તરની વસ્તીમાં વિટામિનની ઉણપ સૌથી વધુ છે. આ માહિતી વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૮ વચ્ચે આખા ભારતના ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆરએલ લેબ્સમાં ૯.૫ લાખથી વધુ નમૂનાઓની તપાસ પર આધારિત છે.


     એસઆરએલ ડાયગનોસ્ટિક માં શોધ વિકાસ અને મોલેક્યુલર પેથોલોજીના સલાહકાર અને માર્ગદર્શક ડો બીઆર દાસ જણાવ્યું હતું કે,  ભારતના ચાર પ્રદેશોમાં વિટામિન બી૧ , બી૨, બી ૧૨ અને ફોલિક એસિડની સમસ્યા મુખ્યવે ૩૧ થી ૪૫ વર્ષના લોકોમાં જોવા મળે છે. ખોરાકમાં પૌષ્ટિક ફળો અને શાકભાજીની અછતને લીધે આ સ્થિતિ વધુ વણસી છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter