GSTV
Home » News » ભારતમાં મેહુલ ચોકસીને પોતાની સુરક્ષાનો ભય, તમામ આરોપો ફગાવ્યા

ભારતમાં મેહુલ ચોકસીને પોતાની સુરક્ષાનો ભય, તમામ આરોપો ફગાવ્યા

પીએનબી કૌભાંડ મામલે ગીતાજંલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસીએ સીબીઆઈને જવાબ આપ્યો છે. મેહુલ ચોકસીએ એક જવાબમાં કહ્યુ કે, તબિયત ખરાબ હોવાના કારણે ભારત આવવી શકે તેમ નથી.

મેહુલ ચોકસીએ આ પ્રકારનો જવાબ સીબીઆઈની નોટિસ બાદ આપ્યો છે, અગાઉ પણ મેહુલ ચોકસીએ ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો. મેહુલ ચોકસીએ વધુમાં કહ્યુ કે, ભારત સરકારે મારો પાસપોર્ટ રદ કર્યો છે. જેથી મારૂં ભારત આવવુ શક્ય નથી. હું તપાસ એજન્સીઓનું સન્માન કરૂ છું. હું ભારત આવવા માટે કોઈ બહાનુ બનાવતો નથી.

ભારતમાં મેહુલ ચોકસીને પોતાની સુરક્ષાનો ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત મેહુલ ચોકસીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે. મહત્વનું છે કે, પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવતા નિરવ મોદી અને મેહુલ ચોકસી ફરાર થઈ ગયા છે.

આ મામલે તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓએ નિરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તો વળી તપાસ એજન્સીઓની ભલામણ બાદ વિદેશ મંત્રાલયે મેહુલ ચોકસી અને નિરવ મોદીનો પાસપોર્ટ રદ કર્યો છે.

Related posts

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan
Do NOT follow this link or you will be banned from the site!