ભારતમાં સોશ્યલ મેસેજિંગ એપ વૉટ્સઍપ પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે. કંપનીએ સરકાર પર તેમની પેમેન્ટ સેવાને લઈને ભેદભાવ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ તર્ક આપ્યો છે કે સરકાર ગૂગલ અને અન્ય કંપનીઓની પેમેન્ટ સેવાને પ્રોત્સાહન આપવામાં માટે આવું કરી રહી છે. જેથી કહેવાય છે કે વૉટ્સઍપ પોતાનું પેમેન્ટ ફીચર બંધ કરી શકે છે.
આ મામલા પર વધ્યો વિવાદ
વૉટ્સઍપથી સરકારનો વિવાદ ફેક મેસેજીસને લઈને વધી ગયો છે. સરકારે વૉટ્સઍપને કહ્યું છે કે તે ફેક મેસેજીસ પર લગામ લગાવે માટે પોતાની ટૅકનોલોજીમાં બદલાવ કરે, જેથી લોકોને પકડી શકાય. આ કર્યા બાદ જ કંપનીને પોતાની પેમેન્ટ સેવા શરૂ કરવા માટે પરમિશન આપવામાં આવશે.
પોતાના સર્વર દેશમાં સ્થાપિત કરે
સરકારે વૉટ્સઍપને કહ્યું છે કે તે પોતાના સર્વર દેશમાં સ્થાપિત કરે. જેના માટે કંપની તરફથી આંશિક રૂપે તૈયાર પણ થઈ ગઈ છે, પરંતુ સરકારનું કહેવું છે કે સંપૂર્ણ રીતે ભારતમાં જ પોતાના સર્વર સ્થાપિત કરે.
(વૉટ્સઍપના ફાઉન્ડર્સ)
નથી પકડી શકાતા મેસેજ
વૉટ્સઍપે સરકારને કહ્યું છે કે તે કોઈ પણ મેસેજને પકડી શકતા નથી કે તે ક્યાંથી આવ્યાં છે. આ માટે તેમને પોતાની ઍન્ક્રિપ્શન પૉલિસીમાં બદલાવ કરવો પડશે જે હાલમાં સંભવ નથી. વૉટ્સઍપ કોઈ પણ સ્વરૂપે પોતાની પ્રાઈવસી પૉલિસીમાં બદલાવ કરવા માંગતું નથી.
જો કોઈ પણ રીતે નિયમ લાગૂ કરવા માટે સરકાર કોશિશ કરે છે તો વૉટ્સઍપે ભારતમાંથી પોતાનો વેપાર સમેટી લેવો પડશે. વૉટ્સઍપના પ્રવક્તાએ કહ્યું છે કે આ પ્રકારનું સૉફ્ટવેર બનાવવાથી એક છેડેથી બીજે છેડે સુધી કૂટભાષા પ્રભાવિત થશે અને વૉટ્સઍપની પ્રાઈવસી નેચર પર પણ અસર થશે. આમ કરવાથી તેના દુરપયોગની સંભાવના વધી જશે. અમે પ્રાઈવસી સિક્યોરિટીને નબળી ન કરી શકીએ.
તેમણે કહ્યું કે લોકો વૉટ્સઍપ દ્વારા દરેક પ્રકારની સંવેદનશીલ માહિતીઓનું આદાન-પ્રદાન કરવા માટે નિર્ભર છે. તે પછી ડૉક્ટર હોય, બેંક કે પરિવારનો કોઈ સભ્ય. પ્રવક્તાએ કહ્યું કે અમારું ધ્યાન ભારતમાં અન્ય લોકોની સાથે મળીને કામ કરવા અને લોકોને ફેક મેસેજીસ વિશે શિક્ષિત કરવા પર છે. તેના દ્વારા અમે લોકોને સુરક્ષિત રાખવા માંગીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક મહિનાઓથી વૉટ્સઍપ પર ફેક ન્યૂઝના કારણે ભારતમાં ટોળા દ્વારા પિટાઈ થી લોકોની હત્યાની ઘટનાઓ સામે આવી છે. તેને લઈને કંપની હાલમાં ટીકાનો સામનો કરી રહી છે.