GSTV
Home » News » ભારતને અમેરિકા આપશે હાઇવોલ્ટેજનો ઝટકો, 40 હજાર કરોડના વેપાર પર લાગશે ટેક્સ

ભારતને અમેરિકા આપશે હાઇવોલ્ટેજનો ઝટકો, 40 હજાર કરોડના વેપાર પર લાગશે ટેક્સ

લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારને અમેરિકા તરફથી હાઇવોલ્ટેજનો કરંટ લાગી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસીના વધી રહેલા વિવાદોની વચ્ચે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને આપેલી શૂન્ય ટેરિફ નિકાસની રાહતો પાછી છિનવી શકે છે. અમેરિકાએ આપેલી આ શૂન્ય નિકાસ જકાત રાહત હેઠળ ભારતને 5.6 અબજ ડોલર (40 હજાર કરોડ રૂપિયા)ના નિકાસ ઉપર અમેરિકામાં કોઇ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. જો અમેરિકા આ રાહત પાછી ખેંચશે તો ભારતમાંથી યુએસમાં નિકાસ કરાતી વસ્તુઓ ઉપર મોટો ટેક્સ લાગશે જેના પરિણામે નિકાસ ઘટી શકે છે.

40 વર્ષ જૂની જકાત રાહત પાછી ખેંચશે

માહિતી મુજબ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)ને ભારત પાસેથી પાછી ખેંચી શકે છે, આ એક પ્રકારની બેનેફિટ સ્કીમ છે જેનો લાભ ભારતને વર્ષ 1970ના દાયકાથી મળી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ મોટી અર્થવ્યવસ્થા સાથેના વેપારમાં અમેરિકાની ટ્રેડ ડેફિસિટને ઘટાડવા પ્રયત્નશીલ છે, વર્ષ 2017માં પ્રેસિડેન્ટનું પદ સંભાળ્યા બાદ ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય ગણાશે જેનાથી ભારતને મોટું નુકસાન થશે. આમ પણ ટ્રમ્પની પહેલાંથી જ ભારતને મળી રહેલી ટેરિફ રાહત ઉપર નજર છે.

તણાવ ભારતની નવી ઇ-કોમર્સ પોલિસીના લીધે સર્જાયો

ઇ-કોમર્સ પોલિસી બની કારણ એવું મનાય છે કે, ભારત અમેરિકાના વેપાર સંબંધોમાં આ તણાવ ભારતની નવી ઇ-કોમર્સ પોલિસીના લીધે સર્જાયો છે. ભારતે ફેબ્રુઆરીથી ઇ-કોમર્સ માટે નવી એફડીઆઇ પોલિસી જાહેર કરી છે તેનાથી ભારતમાં કામગીરી કરતી અમેરિકાની ઓનલાઇન કંપનીઓ માટે મોટી મુશ્કેલીઓ સર્જાઇ છે. અહેવાલ મુજબ જો અમેરિકા ભારતની લગભગ 2000 ચીજવસ્તુઓની શૂન્ય જકાતની યાદીમાં બાદબાકી કરશે તો જે જકાત મૂક્ત છે તેવા ભારતના નાના ઉદ્યોગોને મોટું નુકસાન થવાની ભીંતિ છે.

Related posts

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!