GSTV
Home » News » ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 25 ટકા હિસ્સો વેચશે, સાઉદીને રસ

ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 25 ટકા હિસ્સો વેચશે, સાઉદીને રસ

સાઉદી અરેબિયાની તેલ કંપની Saudi Aramco અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે મોટો સોદો થવાની શક્યતાં છે. માનવામાં  આવી રહ્યું છે કે Saudi Aramco રિલાયન્સનાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનો 25% હિસ્સો ખરીદી શકે છે અને તે માટે બંને વચ્ચે ગંભીર વાટાઘાટો પણ ચાલી રહી છે. સાઉદી અરેબિયાની કંપની Saudi Aramco વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર કંપની છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ Saudi Aramcoએ ચાર મહિના અગાઉ RILમાં રસ દાખવ્યો હતો. સાઉદીનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનાં ભારત પ્રવાસ દરમિયાન તેઓએ મુકેશ અંબાણીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ સોદા પર ચર્ચા ચાલી રહી છે.

25% હિસ્સેદારી વેચવાથી RILને 10-15 અબજ ડોલર મળશે

આ સોદા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે જૂન મહિનાની આસપાસ વેલ્યુએશન પર સમજૂતી થઇ શકે છે. 25% હિસ્સેદારી વેચવાથી RILને 10-15 અબજ ડોલર મળી શકે છે. રિલાયન્સનો રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ લગભગ 55-60 અબજ ડોલરનો છે. ગઈકાલે RILની માર્કેટ કેપ 8.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચી હતી. માનવામાં આવી રહ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ બેંકર ગોલ્ડમેન સાક્સ દ્વારા આ સૂચન કરવામાં આવ્યું હતું.

આ બાબતે પ્રતિભાવ આપવાનો બંને કંપનીઓનો ઇનકાર

ડિસેમ્બરમાં ઉદયપુર ખાતે મુકેશ અંબાણીની પુત્રીના પ્રિ – વેડિંગ ફંક્શનમાં સાઉદી અરબના ઓઇલ મિનિસ્ટર ખાલિદ અબ ફાલીહ પહોંચતા હતા. આ સમયે તેઓએ સાર્વજનિક રૂપે ભારતની રિફાઇનિંગ ક્ષમતાને વધારવા માટે રિલાયન્સ સહીત અન્ય કંપનીઓને જણાવ્યું હતું કે તે Saudi Aramco સાથે જોઈન્ટ વેન્ચર શરુ કરે. આ મુદ્દે રિલાયન્સને પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે પોલિસીના રૂપે અમે મીડિયાની અટકળો પર પ્રતિભાવ આપતાં નથી. અમારી કંપની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરીને જ આગળ વધે છે. બીજી બાજુ Saudi Aramcoનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે ટૂંક સમયમાં જ પ્રતિભાવ આપશે.

Related posts

હિના ખાનનો સાડીમાં અત્યંત ખૂબસૂરત સ્ટાઈલશ લૂક, જુઓ PHOTO

pratik shah

ચીનના કોરોના વાયરસે ગુજરાતના માતા- પિતાની ઉંઘ ઉડાડી, ડોક્ટર બનવા ગયેલા બાળકો ક્યાંક દર્દી ન બની જાય

Nilesh Jethva

IPL-2020ની ફાઈનલ મુંબઈમાં જ રમાશે : ગાંગુલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!