GSTV

ભાજપ સરકાર જય શાહને બચાવવાનો પ્રયાસ કરી રહી છે : કોંગ્રેસ

Last Updated on October 13, 2017 by

અમદાવાદમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓએ પ્રેસ કોન્ફ્સન સંબોધી ભાજપ સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ અમિત શાહના પુત્ર જય શાહનો મુદો ઉઠાવ્યો તો. વિકાસની વાતો કરતી ભાજપ સરકાર પર વિવિધ આક્ષેપો કર્યા છે.

રાજ્યમાં 22 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ હવે સત્તા માટે રણનીતિ સાથે ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી છે. અમદાવાદમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓએ ધામા નાખ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ અને અમિતશાહના પુત્ર જય શાહ પર નિશાન તાક્યું છે.

રણદીપ સુરજેવાલાલ બાદ કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે પ્રેસ કોન્ફર્નસમાં યશવંત સિન્હા અને દેશની અર્થ વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં સરકાર વિકાસ થયો હોવાની વાત કરે છે. પરંતુ સાક્ષરતાના દરમાં ગુજરાતનું 18મું સ્થાન છે. બાળમૃત્યુ દરમાં  ગુજરાતનું 13મું સ્થાન. કુપોષણમાં 21મુ સ્થાન છે. વિકાસની વાત કરતી સરકાર વિકાસના સત્યને છુપાવી શકે તમે નથી.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે પ્રેસ કોન્ફસન્સમાં જણાવ્યુ કે, ગુજરાતમાં મંદિરના નામે મત લઈને ભાજપ હમેશા સરકાર બનાવતી આવી છે. મંદિર તો નથી બન્યું પણ ટેમ્પલ એન્ટરપ્રાઈઝ બની ગઈ છે. ભાજપને હવે ચૂંટણીમાં હારનો અહેસાસ થવા લાગ્યો છે. કોંગ્રેસે વિકાસથી લઈને રોજગારીના મુદાને પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવી ભાજપ સરકાર આક્ષેપ કર્યા છે.

Related posts

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

pratik shah

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!