GSTV
Home » News » ભાજપને ભલે ગાળો આપતી પણ અમે તો એમની સાથે છીએ, આ છે શાહનું પોલિટીક્સ

ભાજપને ભલે ગાળો આપતી પણ અમે તો એમની સાથે છીએ, આ છે શાહનું પોલિટીક્સ

ભારતીય જનતા પાર્ટીએ રામવિલાસ પાસવાન સાથેની વાટાઘાટમાં નમતુ જોખ્યું અને એક બે બેઠક વધારે આપી જોડાણ રચનામાં સફળતા મેળવી હવે ભાજપ શિવસેના સાથે જોડાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તાજેતરમાં ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે બંને પક્ષ મહારાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી લડશે. શિવસેના હાલમાં મોદી સરકાર સામે રોજ માછલાં ધોઈ રહી છે. શિવસેનાએ મોદી સરકાર સામે નારાજગી જતાવવામાં કંઇ બાકી રાખ્યું નથી પણ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે યુતિ કરવી એ ભાજપની મજબૂરી છે. એટલે ભાજપ નારાજગી વેઠીને પણ શિવસેનાને આળપંપાળ કરી રહી છે. કારણ કે તેની પાસે મજબૂત વિકલ્પ નથી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે પણ કાર્યક્રમમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડશે તેમણે કહ્યું કે કોંગ્રેસ એનસીપીએ જોડાણ જાહેર કરી ચૂક્યા છે તે પછી ચૂંટણી સાથે લડવી મહત્વનું બન્યું છે.  રાજકીય પૃથક્કરણ કરનારા કહે છે કે જો બંને પક્ષ જુદા ચૂંટણી લડશે તો બંનેની બેઠક ઘટશે તેમાં કોઇ શંકા નથી. ભાજપને તો થોડી બેઠક મળશે પણ શિવસેના તો કદાચ એક પણ બેઠક નહીં મેળવી શકશે. મહારાષ્ટ્રમાં ભાજપ રામદાસ આઠવલેના રિપબલ્કિન પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે  જોડાણ ધરાવે છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકમાંથી ભાજપ ૨૩, શિવસેના ૧૮, એનસીપી ચાર અને કોંગ્રેસ બે બેઠક ધરાવે છે. એક બેઠક સ્વાભિમાની પક્ષ પાસે છે જે હવે કોંગ્રેસ એનસીપી યુતિની ભાગીદાર પક્ષ છે.  વિધાનસભાની ૨૮૮બેઠકમાંથી ભાજપ ૧૨૨, શિવસેના ૬૨, કોંગ્રેસ ૪૨ અને એનસીપી ૪૧ બેઠક ધરાવે છે. ચારે પક્ષ અલગ અલગ ચૂંટણી લડયા હતાં.

Related posts

અમિતાભના ટ્વિટ પર થઈ રહ્યો છે હંગામો, અક્ષય કુમારે પણ આપ્યું સમર્થન

Dharika Jansari

મુંબઇમાં સુધરાઇની નવી સ્કૂલો માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજીયાત

Arohi

લાંબા વિલંબ બાદ રાણીબાગનાં મેકઓવરનું કામ ફરી શરૂ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!