GSTV
Home » News » ભાજપની મનસા મુસ્લિમમુક્ત ભારત: અસદુદ્દીન ઓવૈસી

ભાજપની મનસા મુસ્લિમમુક્ત ભારત: અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને આરએસએસને નિશાને લીધા છે. ઓવૈસીએ કહ્યુ છે કે, ભાજપ મુસ્લિમ મુક્ત ભારત ઈચ્છી રહ્યું છે અને આરએસએસ દલિત મુક્ત ભારતની ચાહત ધરાવે છે.

દલિતો અને મુસ્લિમોને અપીલ કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે બંને સમુદાયોએ જાગૃત થવાની જરૂર છે. ઓવૈસીએ પોતાના મીમ અને ભીમના જૂના સૂત્રનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ઓવૈસી મીમનો ઉપયોગ મુસ્લિમો માટે કરે છે. જ્યારે ભીમ શબ્દનો ઉપયોગ અનુસૂચિત જાતિ માટે વાપરવામાં આવે છે.

પદ્માવત ફિલ્મના વિવાદ પર બોલતા ઓવૈસીએ કહ્યુ છે કે, નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ માટે બાર સદસ્યોની એક સમિતિ બનાવી હતી. કોઈએ પણ ટ્રિપલ તલાકના કાયદાને બનાવતી વખતે મુસ્લિમો સાથે ચર્ચાવિચારણા કરી નથી. ઓવૈસીએ પદ્માવત ફિલ્મને બકવાસ ગણાવતા કહ્યુ છે કે મુસ્લિમ સમુદાયે રાજપૂતો પાસેથી શીખવું જોઈએ કે તેઓ ફિલ્મને રિલિઝ નહીં થવા દેવા મામલે એકજૂટ છે. ઓવૈસીએ ક્હ્યુ છે કે રાજપૂત ચાર ટકા હોવા છતાં પણ શક્તિશાળી છે. મુસ્લિમો 14 ટકા થઈને પણ લાચાર છે.

ઓવૈસીએ કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓના હકની વાત કહીને ટ્રિપલ તલાક સંબંધિત બિલ લાવવામાં આવ્યું છે. આ માત્ર બહાનું છે. ઓવૈસીએ અસલી નિશાન શરિયત હોવાનો આરોપ પણ લગાવ્યો છે. ઓવૈસીએ ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓના ભરણ-પોષણ માટે દર મહીને પંદર હજાર રૂપિયાની બજેટીય જોગવાઈ કરવાની વાત પણ જણાવી છે. ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યુ છે કે પંદર લાખ નહીં, તો પંદર હજાર આપી દો મિત્રો.

Related posts

ભારતના વિરોધ બાદ એશિયા કપનું સ્થળ બદલાયું, હવે અહીં રમાશે ટૂર્નામેન્ટ

Pravin Makwana

OMG! આ ભાઈના ખુરાફાતી દિમાગની કરામત જોઈ તમે પણ ચોંકી જશો, કારમાં આ જગ્યાએ બનાવી રાખ્યુ હતું લોકર

Ankita Trada

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!