GSTV
Home » News » બનવારીલાલ સિંઘલે આપ્યું વિવાદિત નિવેદન : મુસ્લિમોને ઘરમાં ઘુસવા દેશો નહીં

બનવારીલાલ સિંઘલે આપ્યું વિવાદિત નિવેદન : મુસ્લિમોને ઘરમાં ઘુસવા દેશો નહીં

રાજસ્થાનના અલવરથી ભાજપના ધારાસભ્ય બનવારીલાલ સિંઘલે હિંદુ પરિવારોને વિવાદીત અપીલ કરતા કહ્યુ છે કે મુસ્લિમોને પોતાના ઘરમાં ઘૂસવા દેશો નહીં. સોમવારે ભાજપના ધારાસભ્ય બનવારી લાલે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં મુસ્લિમો સામાન્ય રીતે ગુનાહિત ઘટનાઓમાં સંડાવાયેલા રહેતા હોવાનો દાવો કર્યો હતો.

તેમણે ક્હ્યુ છે કે તેઓ કોઈ મુસ્લિમને પોતાના ઘર અથવા ઓફિસમાં ઘૂસવા દેતા નથી અને તેઓ મુસ્લિમોના વોટ પણ માંગતા નથી. ભાજપના ધારાસભ્ય બનવારીલાલે કહ્યુ છે કે મેવ મુસ્લિમો ક્યારેય ભાજપને વોટ આપતા નથી અને તેઓ ક્યારેય તેમના વોટ માંગવા જતા પણ નથી.

બનવારી લાલે કહ્યુ છે કે તેમના વોટ માંગવાનો અર્થ હશે કે તેઓ તેમની સંડોવણીવાળા ગુનાઓને નજરઅંદાજ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યે આના કારણે મેવ મુસ્લિમોથી અંતર બનાવી રાખ્યું હોવાનો પણ દાવો કર્યો છે. ભાજપના નેતા બનવારીલાલ સિંઘલે કહ્યુ છે કે મુસ્લિમ ગૌહત્યા, લવજેહાદ, છેતરપિંડી જેવા ગુનાઓમાં સંડાવાયેલા રહે છે. બનાવારીલાલ સિંઘલે આ વાતો પોતાના સમુદાયની એક મીટિંગમાં જણાવી હતી. અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પણ તેમણે આનો પુનરોચ્ચાર કર્યો હતો.

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!