ભાઇબીજ : જાણો આ દિવસે શા માટે ભાઇ બહેનના ત્યાં અચૂક જમવા જાય છે? આ છે પ્રચલિત કથા

દિવાળીના એક દિવસ પછી ભાઇબીજ આવે છે. આ તહેવાર બહેન અનેભાઇનો તહેવાર દર્શાવે છે. શું તમને ખબર છે કે ભાઇબીજ મનાવવા પાછળ પૌરાણિક કથા પણછે. આવો જાણીએ એક પૌરાણિક કથા: ભાઇબીજની એક કથા સૂર્યની સંજ્ઞાથી બે સંતાનો હતા એકપુત્ર યમરાજ અને બીજી પુત્રી યમુના. સંજ્ઞા સૂર્યનું તેજ સહન કરી ન શકવાથી પોતાનીછાયામૂર્તિનું નિર્માણ કરી તેને જ પોતાના પુત્ર-પુત્રીની સોંપીને ત્યાંથી જતી રહી.છાયાને યમ અને યમુનાથી કોઇ પ્રકારનો લગાવ ન હતો. પરંતુ યમ અને યમુના વચ્ચે ખૂબપ્રેમ હતો.

યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ વધારે પડતાકામના ભારણના લીધે પોતાની બહેનને મળવા જઇ શકતા ન હતા. એક દિવસ યમ પોતાની બહેનનીનારાજગીને દૂર કરવા માટે મળવા ગયા. યમુના પોતાના ભાઇને જોઇને ખુશ થઇ ગઇ. ભાઇ માટેવ્યંજન બનાવ્યા અને આદર સત્કાર કર્યું.

 આ આદર સત્કર અને બહેનના પ્રેમને જોતાં યમરાજ એટલા પ્રસન્ન થયા કે તેમણે આ પહેલાં આવી આશા પણ કરી ન હતી. આ ખુશી બાદ યમે પોતાની બહેન યમુનાને વિવિધ ભેટ સમર્પિત કરી. યમરાજ જ્યારે પોતાની બહેનને મળ્યા બાદ વિદાય લેવા લાગ્યા તો બહેન યમુનાને કોઇપણ પોતાની ઇચ્છાનુસાર વરદાન માંગવા માટે કહ્યું. યમુનાએ તેમના આ આગ્રહને સાંભળીને કહ્યું, ભાઇ જો તમે મને વરદાન આપવા માંગો છો તો એ વરદાન આપો કે આજના દિવસે દર વર્ષે તમે મારા ઘરે આવશો અને મારા આતિથ્યને સ્વિકાર કરશો.

યમરાજ યમુનાને ત્યાં મળના અને ભોજન માટે જવા લાગ્યા અને આપ્યા બે વરદાન

પહેલું વરદાન: કારતક સુદ બીજનાદિવસે દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જમવા જશે અને…
ભાઈ બહેનને ભેટ આપશે

બીજું વરદાન: ભાઈબીજના દિવસેબહેનના ઘરે જમતાં દરેક ભાઈને દીર્ઘાયુ પ્રાપ્ત થાય જાણકારોનું માનવું છે કે આ તહેવારનો મુખ્યઉદ્દેશ્ય ભાઇ અને બહેનના પ્રેમ અને બંધનને જાળવી રાખવાનો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter