GSTV
Bollywood Entertainment Television Trending

બ્રેકઅપ બાદ Ex બૉયફ્રેન્ડના સમર્થનમાં નેહા, કહ્યું ઇમાનદાર માણસ પર આરોપ ન લગાવો

બોલીવૂડ સિંગર નેહા કક્કરનું બ્રેકઅપ થતા ખુબ જ હતાશ જણાતી હતી. જો કે તાજેતરમાં એક રિયાલીટી-શો દરમિયાન નેહા ભાવુક થઈ હતી. ત્યારબાદ તેણે પોતાનાં એક્સ બોયફ્રેન્ડની તરફેણ કરી હતી. બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયાં બાદ બોલીવૂડ સિંગર નેહા કક્કરે અનેક વખત જાહેરમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યુ છે. તાજેતરમાં જ નેહા કક્કરે સુપર ડાન્સર શોમાં એક રોમેન્ટીક ગીત સાંભળ્યા બાદ ભાવુક થઈને કહ્યું હતું કે હું ખુબ દુ:ખી છું. ત્યારબાદ નેહાનાં ચાહકોએ હિમાંશ કોહલીને સોશ્યલ મીડિયા પર ખુબ ટ્રોલ કર્યો હતો. જો કે નેહા કક્કર પોતાનાં એક્સ બોયફ્રેન્ડનાં સપોર્ટમાં આવી ગઈ હતી.

નેહા કક્કરે ટ્વિટ કરતાં જણાંવ્યું કે, મેં ઘણાં આર્ટીકલ વાંચ્યા જે ઘણાં દુખી અને વ્યથિત કરવા વાળા છે. મેં કહ્યું છે કે હું દુખી છું. એમ નથી કહ્યું કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. જો ઇમાનદારીની વાત આવે છે તો તે બેસ્ટ છે. તમે બધા લોકો તેને ગુનેગાર સમજીને આરોપ લગાવાનું બંધ કરો. આપણે કોઈની છબીને ખરાબ ન ચિતરી શકીએ.

બ્રેકઅપ થયા બાદ નેહાએ જણાંવ્યું હતું કે, મને ખબર ન હતી કે દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે. બધું ગુમાવ્યા બાદ હોંશમાં આવ્યા. આદે કાંઈક વધારે જ તૂટી ગઈ. એટલા માટે જ હું મારી લાગણીને કંટ્રોલ ન કરી શકી. મેં મારૂ બધુ જ આપ્યું તેનાં બદલામાં શું મળ્યું?

આગળ વાત કરતા નેહા જણાવે છે કે, હું શેયર પણ કરી શકું એમ નથી કે મને શું મળ્યું. મને ખબર છે કે હવે બધા લોકો આ વિશે ચર્ચા કરવા લાગશે. લોકો મને જજ કરશે. ખબર નથી કે લોકો શું કહેશે. કઇંક એવું પણ કહેશે જે મેં કર્યુ જ નથી. પરંતુ કાંઈ વાંધો નહિ આ બધુ સાંભળવાની મને આદત છે.

રિયાલીટી-શોમાં નેહા કક્કરે બ્રેકઅપ બાદની સ્થિતીને દબાયેલા સ્વરે વ્યક્ત કરી. જો કે હવે અચાનક જ નેહા કક્કર એક્સ બોયફ્રેન્ડનાં સપોર્ટમાં આવી ગઈ. આની પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. જો કે નેહા અને હિમાંશનાં પેચઅપની અટકળોએ જોર પકડ્યું છે.

નેહા કક્કર અને હિમાંશ કોહલી છેલ્લા ચાર વર્ષ જેટલા લાંબા સમયથી રિલેશનશીપ હતી. તાજેતરમાં જ તેમનું બ્રેકઅપ થયું હતું.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV