GSTV
Ahmedabad India ગુજરાત ટોપ સ્ટોરી

બ્રિટીશના સમય ગાળાનો યુનિફોર્મ છોડી હવે પોલીસ કર્મીઓ પહેરશે ડિઝાઇનર સ્માર્ટ યુનિર્ફોમ

પોલીસ કર્મીઓ દેશમાં બ્રિટીશના સમય ગાળાનો યુનિફોર્મ ‘ખાખી’ પેહરે છે, આ વર્ષો જૂની પ્રથાને બદલવાની યોજના થઇ રહી છે, તમામ ઋતુમાં પોલીસને આરામદાયક અને ડિઝાઇનર યુનિર્ફોમ આપવામાં આવશે.

આ બદલાવ માટે અમદાવાદ ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન(NID) દ્વારા તમામ રાજ્યો, કેન્દ્ર સ્થાનિક પ્રદેશો પોલીસ અને સેનિક દળો માટે પોલીસ યુનિર્ફોમ ડિઝાઇન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

બ્યુરો ઓફ રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે મળીને પોલીસના યુનિર્ફોમની તૈયારી કરવામાં આવી છે. તેમાં શર્ટ, ટ્રાઉઝર, બેલ્ટ, કેપ, શૂઝ અને જેકેટ્સ શામેલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રેઇનકોટ અને હેડગેરની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. તે તમામ રાજ્યોની પોલીસ સાથે શેર કરવામાં આવી છે જેથી તેઓ તેમની પસંદગી કરી શકે.

9 રાજ્યો જોડે ચર્ચા કરવામાં આવી અને યુનિર્ફોમ વિષે મંતવ્યો પૂછવામાં આવ્યા અને નાની-મોટી ફેરબદલ થશે, હાલમાં સમગ્ર દેશની પોલીસ યુનિર્ફોમ એક સરખો નથી.

ઘણા રાજ્યોમાં પોલીસનો યુનિર્ફોમ ઘણો મોટો હોય છે, જેના કારણે ગરમી લાગતી હોય છે. આ ઉપરાંત, યુનિર્ફોમમાં સામાન મુકવાની પણ પુરતી જગ્યા હોતી નથી.

પોલીસની કેપ ઉનની હોવાવની કારણે, ઉનાળામાં વધુ ગરમ પડે છે, પટ્ટો એટલો જાડો છે કે તેને વાળવું મુશ્કેલ બને છે. સમગ્ર વિશ્વમાં અન્ય દેશોની જેમ, બેલ્ટમાં સેલ ફોનન રાખવાની જગ્યા અને સ્માર્ટ કી રાખવી જરૂરી છે

તેથી આ બધી તકલીફોને દુર કરવા કેન્દ્ર સ્થાનિક પ્રદેશો પોલીસ અને સેનિક દળો માટે પોલીસ યુનિર્ફોમ ડિઝાઇન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

Related posts

BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો

pratikshah

IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ  થશે શરૂ

pratikshah

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu
GSTV