GSTV
Home » News » બોલિવૂડની દિગ્ગજ ડિરેક્ટર કંપની યશરાજ ફિલ્મ્સ સામે થઈ ફરિયાદ, 100 કરોડ પચાવી લેવાનો આક્ષેપ

બોલિવૂડની દિગ્ગજ ડિરેક્ટર કંપની યશરાજ ફિલ્મ્સ સામે થઈ ફરિયાદ, 100 કરોડ પચાવી લેવાનો આક્ષેપ

બોલિવુડ પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સની મુશ્કેલીમાં થયો વધારો. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફિસ વિંગે યશ રાજ ફિલ્મ્સ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા ચાઉં કરવાના આરોપમાં FIR દાખલ કરાઈ છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતાથી સંબધિત છે.

ધ ઈન્ડિયન પર્ફોમિંગ રાઈટ્સ સોસાયટી (IPRS)એ આ કેસ દાખલ કર્યો છે. આ સંસ્થા ગીતકાર, સંગીતકાર,ગાયક અને સંગીત નિર્માતાને રિપ્રેસેન્ટ કરે છે. ફરિયાદ અનુસાર યશ કાજ ફિલ્મ્સે કલાકારો સાથે જબરદસ્તી નકલી કોન્ટ્રેક્ટ સાઈન કરાવ્યો હતો. અને તેની રોયલ્ટી પણ જબરદ્સતી લઈ રહ્યા છે.

આ સિવાય મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફિસ વિંગનાં કેટલાક અને પ્રોડક્શન હાઉસ પણ આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ પ્રકારની ગતિવિધિયોમાં લિપ્ત થવા પર અન્ય પ્રોડક્શન હાઉસ પર પણ કાર્યવાહી થઈ શકે છે.

પોલીસે IPCની ધારા 409 અને 34 સિવાય કોપીરાઈટ એક્ટ સહિત FIR દાખલ કરાઈ છે. આ FIRમાં યશરાજ ફિલ્મ્સનાં ડાયરેક્ટર આદિત્ય અને ઉદય ચોપડાનું નામ શામેલ છે.

READ ALSO

Related posts

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા તે દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

Mayur

રણબીર અને આલિયાના લગ્નનું સ્થળ થયું નક્કી, પહેરાવશે ખૂબસૂરત જગ્યા પર એકબીજાને વરમાળા

Dharika Jansari

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!