GSTV
Home » News » બોલિવૂડના ટોપના હિરોને પણ હતા લફરાં, પત્નીઓએ આપી છે આખરી તક

બોલિવૂડના ટોપના હિરોને પણ હતા લફરાં, પત્નીઓએ આપી છે આખરી તક

ફિલ્મજગતમાં અફેયર હોવી એ એક સામાન્ય બાબત છે. પરંતુ ટોચના અભિનેતાઓની પત્નીઓએ પોતાના પતિઓને અન્ય અભિનેત્રીઓ સાથેના પ્રેમ સંબંધ પર પડદો મુકવાની સૂચના આપીને સંસાર સુધારવાની એક તક આપી હતી. જેમાં ગોવિંદા, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને આદિત્ય પાંચોલી મુખ્ય છે. અમિતાભ બચ્ચન અને રેખાના પ્રેમપ્રકરણથી સહુ પરિચિત છે. અમિતાભના લગ્ન જયા સાથે થઇ ગયા હતા. આ પછી પણ તે અને રેખા પ્રેમમાં ગળાડૂબ હતા. જયા પણ આ વાત બરાબર જાણતી હતી. પરંતુ કુલીના સેટના અકસ્માત બાદ જયાની સેવા અને કાળજી બાદ અમિતાભ રેખાથી દૂર થઇ ગયો હતો અને બન્ને અલગ થઇ ગયા.

શાહરૂખ પણ નથી બાકાત

શાહરૂખ ખાન અને ગોરીનું લગ્નજીવન સુખી હતું. તેમાં પ્રિયંકા ચોપરા આવી ગઇ હતી. વાત એમ બની હતી કે ફિલ્મ ડોન ના શૂટિંગ દરમિયાન શાહરૂખ અને પ્રિયંકા એક બીજાની વધુ નજીક આવી  ગયા હતા. ગૌરીએ શાહરૃખને ચેતવી દીધો હતો કે તે જો પ્રિયંકાથી સંબંધ નહીં તોડે તો તેણે ખરાબ અંજામ ભોગવવો પડશે. આ બાદ શાહરૂખ અને પ્રિયંકાએ સાથે કામ કર્યું નહીં. ગોવિંદા લગ્ન પહેલા પણ ઘણી અભિનેત્રીઓ સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. પરંતુ લગ્ન બાદ ફિલ્મ ‘હદ કર દી આપને ‘ પછી તેનું નામ રાણી મુખર્જી સાથે જોડાયું હતું. આ વાત ગોવિંદાની પત્ની સુનિતા પાસેપહોંચી ગઇ હતી. સુનિતાએ ગોવિંદાને લગ્નસંબંધ સુધારવાની એક તક આપી હતી.આ વાત ગોવિંદાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કરી હતી.

આદિત્ય પાંચોલીને કંગના સાથે પ્રેમસંબંધ

અક્ષય કુમારના લગ્ન ટ્વિન્કલ ખન્ના સાથે થઇ ગયા હતા. આ પછી પણ અક્ષયનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાયું હતું. જેવી આ વાતની ગંધ ટ્વિન્કલના કાને આવી કે તેણે અક્ષયને પ્રિયંકા સાથે કામ કરવાની ના પાડી દીધી. આદિત્ય પાંચોલીને કંગના સાથે પ્રેમસંબંધ હતો. કંગનાએપોતે પણ આ વાતસ્વીકારી છે.આદિત્ય અને કંગનાના સંબંધોની જાણ આદિત્યની પત્ની ઝરીન ાવહાબને થઇ કે તરત જ તેણે આદિત્યને કંગના સાથેના સંબંધો કાપી પોતાના સંસારને જાળવવાની સૂચના આપી હતી.

મલાઇકાએ રાખી ચૂપકીદી

મલાઇકા અરોરાનું નામ લાંબા સમય થી અર્જુન કપૂર સાથે જોડાયું છે. અરબાઝ સાથેના છૂટાછેડા બાદ આ યુગલ જાહેરમાં સાથે બિનધાસ્ત દેખાઇ રહ્યું છે. તેથી વારંવાર તેમના સંબંધોની ચર્ચા થયા કરે છે. તાજેતરમાં મલાઇકાએ તેના અને અર્જુનના સંબંધના પ્રશ્રે ઉત્તર આપવાનું ટાળ્યું હતું. એક ન્યુઝ એજન્સી સાથેની મુલાકાત દરમિયાન  તેને તેના અને અર્જુનના સંબંધ વિશે પ્રશ્ર પુછવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મલાઇકા જડબાતોડ ઉત્તર આપવા માટે જાણીતી છે. પરંતુ આ વખતે તેણે આ પ્રશ્રની  પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. ” મલાઇકાએ અર્જુન કપૂર વિશે કાંઇ પણ બોલવાનો નનૈયો ભણ્યો હતો. તેણે ફરી લગ્ન કરવાની વાત અને અર્જુંન સાથેના સંબંધો વિશે ચુપકીદી સેવી રાખી. મલાઇકાની આ વર્તણૂકથી ફરી લોકોમાં ગુસપુસ થઇ રહી છે. મલાઇકા પોતાના સંબંધ અને ફરી લગ્ન કરવા વિશે બોલતી નથી. જો તેને અર્જુન કપૂર સાથે કોઇ સંબંધ ન હોય તો તેણે આ વાતને ખોટી કહેવી જોઇતી હતી. પરંતુ તેણે તેમ કર્યું નહીં. તેથી બન્ને વચ્ચે ગાઢ સંબંધ હોવાની શક્યતા છે.

Related posts

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને

Mayur

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!