GSTV

બોડેલી : અગણિત તિરાડો-જર્જરિત ઇમારતમાં રહેવા મજબુર સિંચાઇ વિભાગના કર્મીઓનો પરિવાર

Last Updated on February 3, 2018 by

છોટાઉદેપુરના બોડેલી ખાતે સિંચાઇ વિભાગ દ્રારા બનાવવામાં આવેલા  મકાનો ખખડધ્વજ હાલતમાં થઇ ગયા છે. બીજી તરફ અહી રહેતા કર્મચારીઓએ બીજે કંઈક સલામત  જગ્યાએ સરકાર વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે.

બોડેલીની સિંચાઇ વિભાગની દેખાઈ રહેલી બિલ્ડીંગોમાં અગણિત તીરાડો છે. ઓફિસની દરેક છત પરથી પોપડા પડી રહ્યાં છે. કર્મચારીઓનો પરિવાર જયાં રહે છે તે કોલોનીની બિલ્ડિંગ પણ જર્જરિત થઇ ગઇ છે. અને ક્યારે કોના માથા પર પોપડો પડે તે કહી શકાય નહિ.

ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ ભયના ઓથાળ નીચે કામગીરી કરી રહ્યાં છે.કર્મચારીઓને પત્તાના મહેલ માફક ઇમારત ધરસાઈ જાય એવું લાગી રહ્યું છે. ડેપ્યુટી એંજિનિયર ખુદ જણાવી રહ્યા છે કે સર્વેમાં આ બિલ્ડીંગો રહેવા યોગ્ય નથી.

આ મકાન 1979ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. આ મકાનમાં તિરાડો પડેલી છે અને પાયાના સળીયા પણ ખૂલી ગયા છે. જેથી અહીં રહેતા કર્મચારીઓ સલામત  જગ્યાએ રહેઠાણ મળે તેવી સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે.

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

VIDEO / રસ્તાની વચ્ચે નશામાં ચૂર યુવતીએ કરી આવી હરકત, વાહનચાલકો રહી ગયા સ્તબ્ધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!