GSTV
Home » News » બોડેલીના ફેરકૂવા ગામે 100 ફૂટ ઊંડા બોરમાં માત્ર 15 દિવસ ચાલે તેટલુ પાણી

બોડેલીના ફેરકૂવા ગામે 100 ફૂટ ઊંડા બોરમાં માત્ર 15 દિવસ ચાલે તેટલુ પાણી

બોડેલી તાલુકાના ફેરકુવા ગામે ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે 1૦૦ ફૂટ ઊંડા બોરવેલ કરવા છતાં પાણી મળતું નથી. લગ્ન ની પીઠી ચોડાયેલી કન્યાની સાથે આખું ગામ પાણીની શોધમાં જોડાયું પશુધન માટે ત્રણ કિલોમીટર દૂરથી સ્વ -ખર્ચે પાણીની લાઈન ખાડા ખોદી સમારકામ કરીહવાળામાં પાણી ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતા પાણીનો પોકાર બોડેલી તાલુકામા શરૂ થયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે બોડેલીના ફેરકુવા ગામે પશુપાલકો પાસે પશુઓને પીવડાવવા માટે પાણી ન નથી .બોરવેલ અને કૂવા સૂકા ભટ થઈ ગયા છે. ગામમાં માંડબોર ૧૦૦ ફૂટઊંડા કર્યા પરંતુ નામનું પાણી નીકળું નથી .જેને લઈ ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.

ગામ થઈ ત્રણ કિલોમીટર દૂર એક ખાનગી બોરવેલમાં ૧૫મિનિટ મોટર ચાલે તેટલું પાણી નીકળતાગ્રામજનો તંત્રની આશા છોડી પોતાના ખર્ચે ૧૫ દિવસથી બગામના યુવાનો વર્ષો જૂની પાણીની લાઈન ખોદી રીપેરીંગ કરી ગામમાં આવેલા હવાળો સુધી પાણી લાવવાનો પ્રયત્ન કરે રહ્યા છે . બીજી બાજુ ગામ ઘણા લોકો પોતાના સ્વખર્ચે ચાર પાંચ કિલોમીટર દૂર ચલામલી ગામેથી પાણીનું ટેન્કર ભરવે છે . એક ટેન્કર ૪૦૦ રૂપિયા ખર્ચ થાય છે . સવારથી ગામના બે હેડપમ્પ પર જેમાં માંડ થોડું પાણી નીકળી તે પણ બંધ થાય જાય છે.

ગામ જેના લગ્ન થવા ના કલાકો બાકી હોય તે કન્યા જ પાણીની શોધમા નીકળી જેને જોઈ આખું ફેરકુવા ગામ ઢોલિયા, પિપૂડા વગાડી સાથે પાણીની શોધમા નીકળ્યું ,ગામમાં લગ્ન પ્રસંગ હોય અને જાન આવનાર હોય ગામની મહીલાઓ પાણીની શોધમાં હોય જેનું લગ્ન હોય તે કન્યા પણ તેના ઘરે આવેલા મહેમાનો માટે પાણી લેવા નીકળી પડી હતી.

એક હેન્ડપપ બે હેન્ડપપ ચાર હેન્ડપપ પર ફરી ને માડ એક બે બેડા પાણી મળ્યું હતું. ફેરકુવા ગામમાં લગ્ન પ્રસંગ હોય અને કન્યા ને ઘરે જાન આવવાની હોય તેવા સમયે આખું ગામ પાણી માટે વલખા મારતું થયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ આવેલા પાણી પુરવઠા વિભાગના બોરવેલમાંથી પાંચ ગામને પાણી પૂરું પડતું હતું પરંતુ બોરવેલમાં કઈ ફસાઈ ગયું હોવાથી બોરવેલ કામ લાગતો નથી.

READ ALSO

Related posts

એ અજાણ્યા યુવકનો હાથ અચાનક શાહીનની કમર પર વીંટળાય ગયો પણ યુવતીએ વિરોધ ન કર્યો અને અંતે…

Bansari

Swiggyની મોટી જાહેરાત, 18 મહિનામાં 3 લાખ લોકોને આપશે રોજગાર, મેળવશે આ મોટું સ્થાન

Mansi Patel

દાંતોમાં ટી-શર્ટ ફસાવી વિરાટે બતાવ્યા સિક્સ પેક એબ્સ, ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!