GSTV
Home » News » બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યો ઝટકો, ઉદ્ધવે મહારાષ્ટ્રમાં સત્તા સંભાળતાં જ લીધો આ નિર્ણય

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યો ઝટકો, ઉદ્ધવે મહારાષ્ટ્રમાં સત્તા સંભાળતાં જ લીધો આ નિર્ણય

મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાઈ ગયા છે અને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એટલે શિવસેના, કોગ્રેસ અને એનસીપીની યુતીવાળી સરકાર બની ગઈ છે. હવે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બ્રેક વાગે તેવી પૂરી સંભાવના છે. શિવસેના શરૂઆતના તબક્કાથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે. ગુજરાતની જેમ જ મુંબઈનો ઘણોખરો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બંને રાજ્ય સરકારની સહમતી જરૂરી છે. શિવસેનાની સરકાર બની રહી છે એટલે આ પ્રોજેક્ટ કેન્સલ નહીં તો ટલ્લે ચડી જશે એ નક્કી છે. મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. રૂપાણી સરકારે આ માટે ખેડૂતોને નવ ગણી જંત્રી વધારી ખેડૂતોને વળતર ચૂકવ્યું છે. ગુજરાતમાંથી આ પ્રોજેક્ટને લઇને ખાસ્સી તૈયારીઓ ચાલી રહી છે પણ બદલાયેલા સમીકરણો આ પ્રોજેક્ટેને ભારે પડશે. કોંગ્રેસ પહેલાંથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે. હવે આ મામલે શિવસેના પર પણ પ્રેશર ઉભું થયું છે.

ગોરેગાંવમાં આરે કોલોનીમાં કાર શેડનું કામ અટકાવ્યું

મુખ્ય પ્રધાનની જવાબદારી સ્વીકારતાંની સાથે જ ઉદ્ધવે રાજ્યની તમામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. એ કદાચ એવું પુરવાર કરવા માગે છે કે અગાઉની દેવેન્દ્ર ફડનવીસની સરકારે હાથ ધરેલી કેટલીક યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હોઇ શકે છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જે ખેડૂતો અને આદિવાસીઓની જમીન કબજે કરવામાં આવી છે તેમણે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઉદ્ધવે એવો દાવો કર્યો હતો કે અમે ખેડૂતોનાં હિતોને અગ્રતા આપીશું. તેમણે પત્રકારોને કહ્યું કે મેં ગોરેગાંવમાં આરે કોલોનીમાં કાર શેડનું કામ અટકાવ્યું છે. બુલેટ ટ્રેનનું કામ હજુ અટકાવ્યું નથી. માત્ર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.

ત્રણે પક્ષોએ બનાવેલા કોમન મિનિમમ પ્રોગ્રામમાં એ વાત પર વિચારણા થઈ રહી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર જે પૈસા ફાળવવાનું છે તે ખેડૂતોની દેવા માફી માટે ઉપયોગમાં લેવામાં આવે.આ સંજોગોમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ધક્કો વાગી શકે છે.મહારાષ્ટ્ર આ પ્રોજેક્ટમાં 25 ટકા રકમ આપવાનું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઇ વચ્ચે ચાલનારી આ બુલેટ ટ્રેનની ઝડપ 350 કીમી પ્રતિકલાક હશે. આ પરિયોજના 2023 સુધીમાં પુરો કરવાનો લક્ષ્ય છે. 

વિધાનસભા સ્તરે જ નહી પણ કોર્પોરેશન લેવલે પણ હવે ભાજપ અને શિવસેના એક બીજાની સામે આવે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. શિવસેના કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર પર છોડવા તૈયાર નથી. અગાઉ એવુ સમાધાન થયું હતું કે, ચાર વર્ષ શિવસેના અને એક વર્ષ ભાજપના મેયર રહેશે. મહારાષ્ટ્ર આ પ્રોજેક્ટમાં 25 ટકા રકમ આપવાનુ છે.આ યોજના 1.08 લાખ કરોડના ખર્ચે તૈયાર થઇ રહી છે. આ યોજના માટે જાપાને ભારતને 88,000 કરોડની લોન પણ આપી છે. હવે આ પૈસા નહીં મળે તો આ પ્રોજેક્ટ અટકી જશે. પૈસા કરતાં વધારે મહત્વની સરકારની પરમિશનો રહેશે. શિવસેના શરૂઆતથી જ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ દોડશે. જાપાનની મદદથી આ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદી અને જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો.અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ગતિ 350 કિમી પ્રતિ કલાકની હશે. આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ નિગમે આ પ્રોજેક્ટ માટે 48 ટકા જેટલી જમીન પણ હસ્તગત કરી લીધી છે.

Related posts

No Entry : ટ્રમ્પના કાફલામાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર ‘OUT’

Mayur

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!