બુધવારે ગજાનનને ચડાવો આ એક વસ્તુ, ઘરમાં થશે શાંતિનો વાસ

આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જેને ગુહક્લેશની સમસ્યા ના હોય. પણ જ્યાં સમસ્યા છે ત્યાં ઉકેલ પણ છે. આવા ઘરના કલેશ દૂર કરવા માટે ભગવાન ગણેશ તમારી મદદ કરશે.
જાણો શું કરીએ ઘરમાં શાંતિ માટે : –

ભગવાન ગણેશને રિદ્ધી -સિદ્ધિના દાતા માન્યા છે સાથે ગૃહસ્થો પર પણ એની ખાસ કૃપા રહે છે. કુટુંબમાં ગૃહક્લેશ રહે તો પીડિત પતિ-પત્નીએ ગણેશજીની ઉપાસના કરવી જોઈએ.

બુધવાર ગણેશજીનો વાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશને વિશેષ રૂપે દુર્વા અર્પિત કરવો જોઈએ. અથવા સામાન્ય ઘાસની 11 કૂંપળો ચઢાવવી. આવું જો પતિ-પત્ની સાથે મળીને કરે તો સારું રહેશે.આ માત્ર 2-3 બુધવાર કરવાથી ઘરમાં શાંતિ અને લાગણીસભર નજારો તમને જોવા મળશે.

આ સિવાય ગણેશજીની મુર્તિ પર ઘાસ સ્થાપિત થયેલ હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરો અને આની દરરોજ પૂજા કરો .

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter