બુધવારે કરો સિંદુરના આ ઉપાય, સુખ-સમૃદ્ધી આવશે તમારે દ્વાર

પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે.

સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.

શ્રીગણેશને મોદકનો ભોગ લગાડો. ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.

ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજીના સાથે ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.

બુધવારે સવારે જલ્દી ઉઠીને અને સ્નાન વગેરે કર્યા પછી ગણેશજીના મંદિર જવું. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો . દૂર્વા 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.

કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter