બીમારીની ઋતુથી થઈ ગયા છો પરેશાન? તો ઈમ્યુન સિસ્ટમને વધારવા માટે ખાઓ આ વસ્તુઓ

બદલાતી ઋતુમાં દરેકે ઘણું વધારે સાવધાન રહેવું જોઈએ. ઋતુ સાથે ઘણી બધી બીમારીઓ ફેલાય છે, જે શરીરને વધારે નુકશાન કરે છે. મોસમી બીમારીની સાથે ઘણાને એલર્જીની સમસ્યા પણ થાય છે. આ સમસ્યા એને થાય છે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ સમસ્યા ઘણી વધારે જોવા મળે છે. આજકાલના ભાગદોડ વાળા જીવનમાં લોકો ઘણી બેદરકારી રાખે છે, જેના કારણે તેમણે ઘણા પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી અહીં એવી ટિપ્સ જણાવી છે જેના કારણે તમે રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો.


    જો તમે પણ વારંવાર મોસમી બીમારીઓની ઝપેટમાં આવો છો, તો તમારી બીમારીઓ સામે લડવાની શક્તિ ઓછી થઈ ગઈ છે. એવામાં તમારે એને વધારવા માટે કેલ્શિયમ અને વિટામિન-સીની પર્યાપ્ત માત્રા લેવી જોઈએ. કારણ કે જયારે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-સી ઓછું થઈ જાય છે. ત્યારે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. જયારે આવું થાય છે ત્યારે વ્યક્તિને ઠંડી અને થાક પણ લાગે છે. પણ તમારે એનાથી ગભરાવાની જરૂર નથી, પણ આ વસ્તુઓનું સેવન કરવાથી તમે પોતાને મજબૂત બનાવી શકો છો.

વિટામિન-સીની ભરપૂર માત્રા લો :

   રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તમારે વિટામિન-સીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. વિટામિન-સી શરીર માટે ઘણું વધારે મહત્વ રાખે છે. જે રીતે ખનિજ અને પ્રોટીનની જરૂર હોય છે, એવી જ રીતે વિટામિન-સી પણ જરૂરી હોય છે. વિટામિન-સીની ઉણપ દૂર કરવા માટે તમે ખાટ્ટી વસ્તુનું સેવન કરો. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તો ચાલો હવે જાણીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા શું-શું ખાઈએ?

આ વસ્તુઓનું કરો સેવન :

    લીંબુ, સંતરા, મોસંબી, આંબળા, અનાનસ, ટામેટા વગેરે વસ્તુઓનું સેવન કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ જાય છે. તમારે આ વસ્તુઓનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ બધા સિવાય તમારે દૂધનું સેવન કરવું જોઈએ, જેનાથી તમને ઘણી વધારે મદદ મળશે.

શાકભાજી ખાઓ :

   રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ શાકભાજીઓમાં પાલક, સરસવ વગેરે ખાઈ શકો છો. એનાથી ઘણો જલ્દી તમને આરામ મળશે. સાથે જ તમે સરગવાના પાંદડા ખાઓ તો ઘણું જલ્દી તમને રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળશે. એની સાથે જ તમારે આ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે એને નિયમિત રીતે ખાઓ, જેથી ફરી ક્યારેય આ સમસ્યા ન થાય.

ફણગાવેલા કઠોળ :

   રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફણગાવેલા કઠોળ ઘણા ફાયદાકારક હોય છે. તમારે ફણગાવેલા કઠોળ વધારે માત્રામાં ખાવા જોઈએ. એનાથી વિટામિન-સીની ઉણપ દૂર થઈ જાય છે. સાથે જ તમને મોસમી બીમારીઓ પણ થશે નહીં. ચ્યવનપ્રાશમાં ઘણુ વધારે વિટામિનસી મળી આવે છે, એવામાં તમારે એનું સેવન જરૂર કરવું જોઈએ. તમે ફણગાવેલા મગ અને ચણાની દાળ ખાઈ શકો છો, એમાં ઘણું વધારે વિટામિન-સી હોય છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter