GSTV
Home » News » બારડોલી : ખાંડ ઉદ્યોગની બજેટમાં આશાભરી મીટ… : વચનો નહીં, રાહત આપો…

બારડોલી : ખાંડ ઉદ્યોગની બજેટમાં આશાભરી મીટ… : વચનો નહીં, રાહત આપો…

બજેટને લઇને તમામ વ્યાપાર ઉદ્યોગ વિવિધ રાહતની અપેક્ષા સેવી રહ્યો છે. ત્યારે દેશમાં બીજા નંબરે આવતા ખાંડ ઉદ્યોગની શું આશા અને અપેક્ષા છે ? આવો જોઇએ આ અહેવાલમાં.

કેન્દ્રીય બજેટને લઇને સમગ્ર દેશના વેપાર ઉદ્યોગ ની અપેક્ષા વધી ગઈ છે. ત્યારે ખાંડ ઉદ્યોગે પણ સરકારના બજેટ તરફ મીટ માંડી છે. છેલ્લા ઘણા સમયથી સુગર ફેક્ટરીઓ ટેક્સના મામલે ભીંસમાં મુકાઇ ગઇ છે. ત્યારે ખાંડ ઉદ્યોગને બજેટમાં રાહત આપવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખાંડના ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણની સરકારે ખાતરી તો આપી છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી રજૂ થતાં બજેટમાં આ મામલે સરકાર ખાંડ ઉદ્યોગને ખો આપી રહી છે. સતાપક્ષના જ આગેવાનોની અનેક વખતની રજૂઆત છતાં આ મામલે કોઇ ઉકેલ આવ્યો નથી. હવે વધુ એક વખત લોભામણા વચનોની લહાણી કરવામાં આવી રહી છે.

ખાંડ ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે કેન્દ્ર અને રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવી છે. જેમાં સુગર મિલોને વિવિધ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ મુખ્ય છે. આ મુદ્દે રાજ્ય સરકારને પણ રજૂઆત કરાઇ છે. બીજી તરફ ખેડૂતોને અપાતા ભાવો માટે સરકાર દ્વારા આયાત ડ્યુટી 25 ટકાથી વધારીને 40 ટકા સુધી લઇ જવામાં આવે તો ખાંડ બજારમાં તેજી આવે, તેમજ ખેડૂતો અને સુગર મિલોને ફાયદો થઇ શકે તેમ છે.

સમગ્ર દેશ અને રાજ્યમાં ખાંડ ઉદ્યોગ મરણપથારીએ જઇ પડ્યો છે. સરકાર દ્વારા રાહત અપાઇ નથી. પરંતુ સુગર મિલોને ફાળવાયેલ 3200 કરોડની નોટિસનો મામલો હજુ પેન્ડીંગ છે. જેથી હવે આવનાર બજેટમાં ટેક્સમાંથી મુક્તિ મળે અને બજેટ ખાંડ ઉદ્યોગ તેમજ ખેડૂતો માટે હિતકારક નીવડે તેવી આશા સેવાઇ રહી છે.

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!