GSTV
Home » News » બાંગ્લાદેશના કેપ્ટન મુશરર્ફ મોર્તઝાને લાગી લોટરી, હરીફ ઉમેદવારની ડિપોઝિટ થઈ ડૂલ

બાંગ્લાદેશના કેપ્ટન મુશરર્ફ મોર્તઝાને લાગી લોટરી, હરીફ ઉમેદવારની ડિપોઝિટ થઈ ડૂલ

બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચુંટણીની મતદાન બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશનું ગઠન થયા બાદ ૧૧મી વખત યોજાયેલી આ ચૂંટણીમાં શેખ હસીનાએ ચોથી વખત જીત મેળવી અને પીએમની ખુરશી પોતાને નામ કરી લીધી છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સુકાની મુશરર્ફ મોર્તઝાએ પણ આ ચૂંટણીમાં ઝપલાવ્યું હતું અને તેઓ ૨ લાખ ૬૬ હજાર વોટના મોટા માર્જિનથી જીત હાંસલ કરી છે.

બાંગ્લાદેશમાં એક ક્રિકેટરની સાથે સાથે સાંસદ બની ગયા છે

આ ચૂંટણીમાં મોર્તજાને કુલ ૨,૭૪,૪૧૮ વોટ મળ્યા હતા, જયારે પોતાના હરિફ ઉમેદવાર જતિયા ઓકયાને માત્ર ૮,૦૦૬ વોટ મળ્યા હતા. આ સાથે જ બાંગ્લાદેશી કેપ્ટને ૯૬ ટકા વોટ પોતાના નામે કર્યા છે. આ સાથે મુશરર્ફ મોર્તજા બાંગ્લાદેશમાં એક ક્રિકેટરની સાથે સાથે સાંસદ બની ગયા છે. આ પહેલાં પૂર્વ કેપ્ટન નૈમુર રહેમાન પણ સાંસદ બની ચુક્યા છે. રવિવારે ૩૦૦ સીટો પર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અંદાજે ૨૬૬ સીટો પર વર્તમાન સત્તારૂઢ પાટી અવામી લીગ તેમજ તેઓની સહયોગી પાર્ટીઓએ જીત મેળવી છે, જયારે વિપક્ષી પાર્ટીઓને માત્ર ૨૦-૨૧ સીટ મળી છે.

શેખ હસીના ચોથી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે

શેખ હસીના ચોથી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે એ નિશ્ચિત થઇ ગયું છે. ગોપાલગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શેખ હસીનાને 2 લાખ 29 હજાર 539 મતો મળ્યા છે. જ્યારે કે તેના પ્રતિસ્પર્ધી અને બીએનપીના ઉમેદવારને ફક્ત 123 મત મળ્યા છે. મહત્વનું છે કે ચૂંટણી દરમ્યાન થયેલી હિંસામાં 17થી વધુ લોકોના મોત નિપજ્યા છે. વિરોધ પક્ષોએ ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો કરી ફરી ચૂંટણી કરાવવાની માંગ કરી છે.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!