GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

બહુ જ સરળ છે PF ખાતામાંથી પૈસા ઉપાડવા, બસ આ નિયમોનું રાખવું પડશે ધ્યાન

તમામ નિયમીત કર્મચારીના પગારમાંથી પ્રોવિડેંટ ફંડ કાપવામાં આવે છે. શ્રમ મંત્રાલયના કાનૂન હેઠળ કંપનીઓને આ પૈસા કાપવા અનિવાર્ય છે. પરંતુ ક્યારેક અચાનક પૈસાની જરૂરત પડી શકે છે. તેવામાં તમે પોતાના પીએફ ખાતામાંથી ઉપાડવા માગતા હો તો તેની પ્રોસેસની જાણકારી નહીં હોવાથી તેના ઉપયોગથી વંચીત રહી જાઓ છો. અહીંયા અમે તમને બતાવવાના છીએ કે કેવી રીચતે તમે ઓનલાઈન પૈસા ઉપાડી શકો છો. પરંતુ ધ્યાન રાખવું પડેશે કે આ પીફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટેના કેટલાક નિયમો અને શરતો પણ છે. જેનું પાલન નહીં થાય તો પૈસા ઉપાડવા મુશ્કેલ બનશે.

શું છે નિયમ અને શરતો ?

  • મેંમ્બરનું યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટીવ હોવો જોઈએ.
  • ઈપીએફ એકાઉન્ટમાં નોંધાયેલા તમારૂ બેંક ખાતુ આધાર સાથે લીંક હોવું જોઈએ.
  • કંપની તરફથી ઈ-કેવાયસીની મંજૂરી અને વેરીફિકેશન હોવું જરૂરી છે.
  • જો તમારૂ કેવાયસી કે બેંક ડિટેઈલ પુરી નથી તો ઉપાડવાનો ક્લેમ ન કરો.
  • આવેદન કરતા પહેલા યુએએન લોગ-ઈન કરીને મેનેજ ઓપ્શનમાં જાઓ, અહીંયા કેવાયસી ઉપર ક્લિક કરીને આધાર નંબર અને બેંકનું વિવરણ કરો.
  • નોકરી છોડવા ઉપર ઓનલાઈન ક્લેમ સુવિધા ઓછામાં ઓછા બે મહિના બાદ ઉપયોગ કરી શકો છો.
  • નોકરી છોડ્યાના તુરંત બાદ ક્લેમ કરવા ઉપર પોતાના પૈસા ફસાઈ શકે છ. સાથે જ તેના માટે કંપનીની મંજૂરી જરૂરી રહેશે.

કેવી રીતે કરશો ઓનલાઈન ક્લેમ ?

  • મેમ્બર ઓનલાઈન સર્વિસીઝ ટેબ ઉપર ક્લિક કરીને ક્લેસમ ફોર્મ ભરવાનું રહેશે.
  • કંપોઝીટ ફોર્મ નંબર 31, 19, 10C અને 10D હોય છે.
  • મેમ્બરની જાણકારી અપડેટ કરવામાં આવે છે.
  • રજીસ્ટર્ડ બેંક ખાતાના છેલ્લા ચાર આંકડા નાખવાની જરૂરત રહેશે.
  • બેંક એકાઉન્ટ વેરીફિકેશન માટે આગળ વધવા માટે પહેલા સર્ટિફિકેટ ઓફ અંડરટેકીંગને અપ્રુવ કરવાની જરૂરત રહેશે.
  • વેરિફાઈ થવા ઉપર મેમ્બરને પ્રોસીડ ફોર ક્લેમ ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • વિદ્રોલ વિકલ્પ ઉપર જઈને રાશીને અપડેટ કરવાની જરૂરત રહેશે.
  • ચેકની સ્કેં ડ કોપીને અપલોડ કરીને મેમ્બરને એડ્રેસ બતાવવાની જરૂરત રહેશે.
  • મોબાઈલ નંબર ઉપર ઓથેંટિકેસન માટે એક ઓટીપી મોકલવામાં આવશે.
  • વેરીફિકેશન થવા ઉપર ક્લેમ સબમીટ થઈ જશે.

Related posts

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!