GSTV
Home » News » બહુજન સમાજ પાર્ટીની કમાન ફરી માયાવતીના હાથમાં, સર્વાનુમતે લેવાયો નિર્ણય

બહુજન સમાજ પાર્ટીની કમાન ફરી માયાવતીના હાથમાં, સર્વાનુમતે લેવાયો નિર્ણય

માયાવતીને ફરી એક વખત બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. બસપાના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સાંસદ સતીશચંદ્ર મિશ્રાએ અધ્યક્ષ તરીકે માયાવતીના નામની ઔપચારિક જાહેરાત કરી.

અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ માયાવતીએ પક્ષના તમામ નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. માયાવતી હવે નવેસરથી પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણી ઘોષિત કરશે. આ ઉપરાંત બેઠકમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની 13 બેઠકોની પેટાચૂંટણી પણ બસપાએ એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. સાથે જ પેટાચૂંટણીના તમામ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે.

માયાવતીએ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરી. માયાવતીએ પેટાચૂંટણીવાળા વિસ્તારોમાં સૌથી પહેલા સેક્ટરની રચના સાથે જ ભાઇચારા કમિટી બનાવવાનો નિર્દેશ કર્યો.

Read Also

Related posts

શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

Mayur

ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

Mayur

ગુનાઇત રેકોર્ડ ધરાવતા લોકોને પક્ષે ટિકિટ ના આપવી જોઇએ : ચૂંટણી પંચે સુપ્રીમને પત્ર લખતા નેતાઓમાં ફફડાટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!