GSTV
Home » News » બર્થ-ડે સેલિબ્રેશન માટે લાવેલા ફૂગ્ગા ફૂલાવ્યા તો સૌ કોઈ ચોંકી ગયા. મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

બર્થ-ડે સેલિબ્રેશન માટે લાવેલા ફૂગ્ગા ફૂલાવ્યા તો સૌ કોઈ ચોંકી ગયા. મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવો મામલો સામે આવ્યો કે જેમાં સૌ કોઇને હેરાનીમાં મુકી દીધા. અહીં જન્મ દિવસ મનાવવા માટે ખરીદવામાં આવેલા બલુન પર આઇ લવ યુ પાકિસ્તાનનું લખાણ મળી આવ્યું. જે દુકાનદારે બલૂન વેચ્યા હતા તેની અટકાયત કરીને પોલીસ પૂછપરછ કરી રહી છે.

બલૂનમાં અંગ્રેજી અને ઉર્દુમાં આઇ લવ યુ પાકિસ્તાન લખ્યું હતું. બલૂન ખરીદનારે જણાવ્યું કે બુધવારે તેમના પુત્રનો જન્મ દિવસ હતો ત્યારે તેમને પુત્રની ભેટ અને જન્મદિવસના શણગારનો સામાન લઇને ઘરે પહોંચ્યા હતા. જેમાં આ બલૂન મળી આવ્યા.

બલૂન ખરીદનારે કહ્યું કે જ્યારે બલૂન ફુલાવ્યા તો, તેમાં આઇ લવ પાકિસ્તાનનું લખાણ દેખાઇ આવ્યું. દુકાનદારનું કહેવું છે કે તે માર્કેટથી આ બલૂન ખરીદીને લાવ્યો હતો અને તે તો બંધ પેકેટમાં બલૂન વેચે છે.

 

Related posts

થાક અને કંટાળો આવતો હોય તો થઇ શકે છે આ સમસ્યા, આ લક્ષણોને ભૂલથી પણ ન અવગણો

Bansari

શરૂ થઇ ગયો છે માર્ગશીર્ષ અગહન માસ, 12 ડિસેમ્બર સુધી ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓનું સેવન નહી…

Bansari

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!