GSTV

બનાસકાંઠા: ધાનેરામાં પૂરસહાયથી વંચિત રહેનાર યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયથી વંચિત રહેનાર પૂરપીડિતે કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર રીતે દાઝી જનાર યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

ધાનેરામાં એક પૂરપીડિત યુવક દિનેશ ઠાકોરને સહાય ન મળતાં તેણે કેરોસીન છાંટીને પોતાની જાતને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર રીતે દાઝી જનાર યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવકનાં ઢોર ઢાંખર સહિત તમામ સામગ્રી તણાઈ હોવા છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સહાય ન મળતા આખરે આ યુવકે કંટાળીને જીવન ટૂંકાવવા પગલું ભર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં વરસાદના રૌદ્ર સ્વરૂપ બાદ અસરગ્રસ્ત લોકો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધાનેરાના પૂરપીડિતો માટે વિશેષ પેકેજ જાહેર કર્યું હતું. જોકે, હજુ પણ અનેક પૂરપીડિતો સહાયથી વંચિત છે.

Related posts

ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ

Ankita Trada

વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

Ankita Trada

અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!