GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

બટાકાના ભાવ તળિયે જતાં ખેડૂતોની હાલત ખરાબ

બનાસકાંઠામાં શાકભાજીના રાજા ગણાતા બટાકાને પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. છેલ્લા ત્રણ વર્ષથી બટાકાના ભાવ તળિયે જતાં ખૂબ ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ ગઈ થઈ છે. ત્યારે આ વર્ષે પણ બટાકાનું વાવેતર વધુ થયું છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા બજેટમાં કોઇ જોગવાઇ કરાય. તેવી માંગ જગતનો તાત દ્રારા કરવામાં આવી છે.

દેશભરમાં બટાટાના હબ તરીકે પ્રસિદ્ધ થયેલા બનાસકાંઠામાં ચાલુ વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થયુ છે.ચાલુ વર્ષે બટાટાનું વધુ વાવેતર થવાના કારણે તેજી આવવાના કોઇ અણસાર દેખાતા નથી.જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ગત વર્ષે બનાસકાંઠામાં 66 હજાર હેક્ટર જમીનમાં  બટાટાનું વાવેતર થયું હતું.જ્યારે ચાલુ વર્ષે 78  હજાર હેકટર જમીનમાં બટાટાનં વાવેતર થયુ છે.

ખેડૂતો ત્રણ વર્ષથી બટાકામાં મંદીનો માર સહન કરી રહ્યાં છે.ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સરકારે ગત વર્ષે રાહત આપવા ટ્રાન્સપોર્ટ સબસિડી જાહેર કરી હતી. પરંતુ તે અસરકારક સાબિત થઇ ન હતી. હાલમાં બટાટા નીકળવાની શરૂઆત થઈ છે. પણ હજુ ખેડૂતોને બટાટાના  પોષણક્ષમ ભાવો મળી રહ્યા નથી. હવે આ બજેટમાં સરકાર દ્વારા ટેકાના ભાવ અપાય અને  લોન માફ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

છેલ્લા ત્રણ વર્ષથી બટાટામાં પોષણક્ષમ ભાવો ન મળતા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આગામી બજેટમાં દેવાદાર જગતના તાતને સરકાર દેવામુક્ત કરે તેવી માંગ કરાઇ રહી છે.

Related posts

Corona બેડની બ્લેક માર્કેટિંગ કરનાર હોસ્પિટલો વિરૂદ્ધ કેજરીવાલ સરકાર કરશે કાર્યવાહી, આપી આવી ચેતાવણી

Arohi

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક સ્થળોએ તારાજી સર્જી, મીઠાના અગરોમા પાણી ભરાતા મોટું નુકશાન

Nilesh Jethva

ભારે વરસાદના કારણે મીઠાના અગરોમાં ભરાયા પાણી, તૈયાર મીઠુ તણાઈ જતા ભારે નુકશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!