GSTV
Home » News » ફિલ્મ ‘પદ્માવત’ મુદ્દે ગુરૂવારના બંધમાં મહાકાલ સેના નહીં જોડાય: ગુજરાત ક્ષત્રિય સમાજ

ફિલ્મ ‘પદ્માવત’ મુદ્દે ગુરૂવારના બંધમાં મહાકાલ સેના નહીં જોડાય: ગુજરાત ક્ષત્રિય સમાજ

આ બેઠકમાં મહાકાલ સેનાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં. તેમણે પણ જાહેરાત કરી હતી કે ગુરૂવારના બંધમાં મહાકાલ સેના નહીં જોડાય. તેમણે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ રોજનુ કમાઇને રોજનુ ખાનારો છે. તે આવા બંધમાં ક્યારેય જોડાય નહીં.

ગુજરાત ક્ષત્રિય સમાજના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશની આન બાન શાન સામ ઇતિહાસ સાથે કોઇ દિગ્દર્શક ચેડાં કરે તેની સામે વિરોધ ચાલતો હતો. પદ્માવતીને ખોટી રીતે નિરૂપણ કરનારી ફિલ્મ સામે દોઢ વર્ષથી અમારો વિરોધ અહિંસક રૂપે ચાલતો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં બે મુદ્દાઓ પર સહમતિ સધાઇ હતી. તેમણે કહ્યું કે, કેન્ડલ માર્ચ કોઇ ટોળું આવ્યું હતું. જેને અમે પણ ઓળખતા નથી. ક્ષત્રિય સમાજ આવું ક્યારેય કરી નહીં. તેમણે વીતી રાતે થયેલી હિંસા પર પ્રજાને પડેલી મુશ્કેલી બદલ માફી પણ માગી હતી. તેમણે વીતી રાત્રે થયેલી હિંસામાં નિર્દોષ રાજપૂતોને પણ પોલીસ રડારમાં આવ્યા હોવાનુ જણાવ્યું હતું. રાવણ કરતાં પણ દસ ગણો મોટો દુશ્મન અલાઉદ્દીન ખીલજી હોવાનું જણાવતા ક્ષત્રિય સમાજના અન્ય એક આગેવાને પણ સરકારનો આભાર માન્યો હતો.

Related posts

મુસ્લિમ સાંસદો અંગે નિવેદન મુદ્દે ટ્રમ્પને વિપક્ષે બચાવ્યા : મહાભિયોગ પ્રસ્તાવ રદ

Mayur

એસ-400 મિસાઇલ સીસ્ટમ ખરીદવા મુદ્દે અમેરિકાની ભારતને આડકતરી ચેતવણી

Mayur

આજીવન કેદની સજા કાપી રહેલા ‘ઢોંસા કિંગ’ રાજગોપાલનું હાર્ટ એટેકના કારણે નિધન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!