ફાયબરથી ભરપૂર અળસી આ રોગ માટે રામબાણઈલાજ

અળસીમાં ઓમેગા-૩, વિટામિન-બી અનેએન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન-બી ત્વચાની સમસ્યાઓથી લડવામાંમદદ કરે છે. તેનાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે. વિજ્ઞાનની નવી શોધથી ખબર પડી કે અળસીઘણા પ્રકારના રોગો અને સામાન્ય સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે.

           સુપરફુડ કહેવાતા અળસીના ફાયદા આંતરિક જ નહીં પણ બાહ્ય પણ છે. અળસીમાં ઓમેગા-૩, વિટામિન-બી અને એન્ટિઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. અળસીમાં મોટી માત્રામાં ફાયબર હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી કબજિયાત અને પાચન સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે.

સલાડમાં એકથી બે મોટી ચમચી અળસી ભેળવીને ખાવો. અળસીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયાને સુચારુ ઢંગથી ચલાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

               અળસીમાં વિટામિન-બીહોય છે, જે ત્વચાની સમસ્યાઓ સાથે લડવામાં મદદ કરે છે. તેમાં એક્ઝિમા અનેરૂખી ત્વચા જેવી સમસ્યાને દૂર કરવાની ક્ષમતા પણ હોય છે. પ્રતિદિન એક થી બે ચમચીઅળસીને પોતાની ડાયટમાં શામેલ કરવાથી ત્વચા તંદુરસ્ત રહે છે. અળસીના તેલનો ઉપયોગખાવાની સાથે ત્વચા પર લગાવવા માટે પણ કરી શકાય છે. 

          નિયમિત રૂપથી અળસીનું સેવન કરવાથી તમારા વાળ મુલાયમ અને મજબૂત થાય છે. અળસી વાળને પોષણ પ્રદાન કરે છે, જેનાથી વાળ ખરતા અટકે છે. અળસીના તેલને વાળ પર લગાવવાથી રૂસીની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

          ઓમેગા-૩ ફેટી એસિડ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. તે સૌથી અધિક માત્રામાં સમુદ્રી માછલીયોમાંથી પ્રાપ્ત થાય છે, પણ શાકાહારી લોકો પર્યાપ્ત માત્રામાં અળસીનું સેવન કરીને તેના લાભ પ્રાપ્ત કરી શકો છો. અળસી હાર્ટને પણ સ્વસ્થ રાખે છે. ગર્ભવતી સ્ત્રિઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ અળસીનું સેવન અવશ્ય કરવું જોઈએ.

         આજે પણ શહેરો અને કસ્બાઓમાં ઘણા પરિવારની સ્ત્રિઓને અળસીના બનેલા લાડુ અને અન્ય ભોજન પદાર્થ આપવામાં આવે છે. અળસીના બીજનો ઉપયોગ ખાનપાનમાં મેસોપોટામિયા સભ્યતા કાળથી થઈ રહ્યો છે. ભારતમાં પણ તે આયુર્વેદિક ઉપચાર અને ભોજ્ય પદાર્થો બનાવવામાં પ્રયુક્ત થતુ રહ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter