GSTV
Home » News » ફરી એકવાર મોદી સરકાર: 24 સાંસદોએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ, 9 સાંસદોને સ્વતંત્ર હવાલો

ફરી એકવાર મોદી સરકાર: 24 સાંસદોએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ, 9 સાંસદોને સ્વતંત્ર હવાલો

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સતત બીજીવાર દેશનો કારોભાર સંભાળ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને પ્રધાનમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. પીએમ બાદ પાછલી સરકારમાં ગૃહ મંત્રી રહેલાં રાજનાથ સિંહે પદ તેમજ ગોપનીયતાનાં શપથ લીધા હતા. એવામાં સ્પષ્ટ થાય છેકે, મોદી સરકાર 2માં તેમનું કદ બીજા સ્થાને રહેશે. સરકારમાં ત્રીજા સ્થાને અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ચોથા સ્થાને નિતિન ગડકરી અને ત્યારબાદ સદાનંદ ગૌડાએ શપથ લીધા હતા. ત્યારબાદ નિર્મલા સીતારામને, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર અને પટના સાહિબથી જીતેલાં રવિશંકર પ્રસાદે પણ મંત્રી પદ માટે શપથ લીધા હતા. પીએમ મોદીની સાથે કુલ 24 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા.

કેબિનેટ મંત્રી

1રાજનાથ સિંહલખનઉ (યુપી)
2અમિત શાહગાંધીનગર (ગુજરાત)
3નીતિન ગડકરીનાગપુર (મહારાષ્ટ્ર)
4ડીવી સદાનંદ ગૌડાબેંગલુરુ ઉત્તર (કર્ણાટક)
5નિર્મલા સીતારમણરાજ્યસભા સાંસદ
6રામવિલાસ પાસવાનચૂંટણી નથી લડ્યા
7નરેન્દ્ર સિંહ તોમરમુરૈના (યુપી)
8રવિશંકર પ્રસાદપટના સાહિબ (બિહાર)
9હરસિમરત કૌર બાદલભઢિંડા (પંજાબ)
10થાવરચંદ ગેહલોતરાજ્યસભા સાંસદ
11એસ જયશંકરપૂર્વ વિદેશ સચિવ
12રમેશ પોખરિયા નિશંકહરિદ્વાર (ઉત્તરાખંડ)
13અર્જુન મુંડાખૂંટી (ઝારખંડ)
14સ્મૃતિ ઈરાનીઅમેઠી (યુપી)
15હર્ષવર્ધનચાંદની ચોક (દિલ્હી)
16પ્રકાશ જાવડેકરરાજ્યસભા સભ્ય
17પિયુષ ગોયલરાજ્યસભા સભ્ય
18ધર્મેન્દ્ર પ્રધાનરાજ્યસભા સભ્ય
19મુખ્તાર અબ્બાસ નકવીરાજ્યસભા સભ્ય
20પ્રહ્લલાદ જોશીધારવાડ (કર્ણાટક)
21મહેન્દ્રનાથ પાંડેચંદૌલી (ઉપ્ર)
22અરવિંદ સાવંતમુંબઈ દક્ષિણ (મહારાષ્ટ્ર)
23ગિરિરાજ સિંહબેગૂસરાય (બિહાર)
24ગજેન્દ્ર સિંહ શેખાવતજોધપુર (રાજસ્થાન)

8 વાર લોકસભા સદસ્ય તરીકે ચૂંટાયેલા સતોષ ગંગાવારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પાછલી સરકારમં આયુષ મંત્રી રહેલાં શ્રીપદ નાયકે પણ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તો ઉધમપુરથી જીતેલાં ડૉક્ટર જીતેન્દ્રસિંહ પહેલાંની સરકારમાં PMOમાં રાજ્યમંત્રી રહ્યા હતા. મોદી સરકાર 2માં તેમને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તો સાથે જ કિરણ રિજ્જૂ, પ્રહ્લાદ પટેલ, આર.કે.સિંહ, મનસુખ માંડવિયા અને હરદીપ સિંહને રાજ્ય મંત્રી બનાવાયા છે.

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

1સંતોષ ગંગવારબરેલી (ઉપ્ર)
2રાવ ઈન્દ્રજીત સિંહગુડગાંવ (હરિયાણા)
3શ્રીપદ નાઈકઉત્તર ગોવા (ગોવા)
4જીતેન્દ્ર સિંહઉધરપુર (જમ્મૂ-કાશ્મીર)
5કિરણ રિજ્જૂઅરુણાચલ પશ્ચિમ
6પ્રહ્લાદ પટેલદમોહ (મપ્ર)
7આરકે સિંહઆરા (બિહાર)
8હરદીપ પુરીરાજ્યસભા સભ્ય
9મનસુખ માંડવિયારાજ્સયસભા સભ્ય

રાજ્ય મંત્રી

1ફગ્ગન સિંહ કુલસ્તેમંડલા (મપ્ર)
2અશ્વિની ચૌબેબક્સર (બિહાર)
3અર્જુન રામ મેઘવાલબીકાનેર (રાજસ્થાન)
4વીકે સિંહગાઝિયાબાદ (ઉપ્ર)
5કૃષ્ણપાલ ગુર્જરફરીદાબાદ (હરિયાણા)
6રાવ સાહેબ દાનવેજાલના (મહારાષ્ટ્ર)
7જી કિશન રે્ડ્ડીસિંકદરાબાદ (તેલંગણા)
8પુરષોત્તમ રુપાલારાજ્યસભાના સભ્ય
9રામદાસ આઠવલેરાજ્સયસભા સભ્ય
10સાધ્વી નિરંજન જ્યોતિફતેહપુર (ઉપ્ર)
11બાબુલ સુપ્રીયોઆસનસોલ (બંગાળ)
12સંજીવ બાલિયાનમુઝફ્ફરનગર (ઉપ્ર)
13સંજય ધોત્રેઅકોલા, મહારાષ્ટ્ર
14અનુરાગ ઠાકુરહમીરપુર, હિમાચલ
15સુરેશ અંગડીબેલગામ, કર્ણાટક
16નિત્યાંનંદ રાયઉજિયાપુર (બિહાર)
17રતન લાલકટારિયા અંબાલા (હરિયાણા)
18વી મુરલીધરનરાજ્યસભા સભ્ય
19રેણુકા સિંહ સરુતાસરગુજા (છત્તીસગઢ)
20સોમ પ્રકાશહોશિયારપુર (પંજાબ)
21રામેશ્વર તેલીડિબ્રૂગઢ (આસામ)

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!