GSTV
Home » News » પ્રી વેડિંગ પાર્ટી : 25 ચાર્ટર પ્લેન, 1000 ગાડીઓ ઉદયપુરમાં પહોંચશે, થશે કરોડો રૂપિયાનો ખર્ચ

પ્રી વેડિંગ પાર્ટી : 25 ચાર્ટર પ્લેન, 1000 ગાડીઓ ઉદયપુરમાં પહોંચશે, થશે કરોડો રૂપિયાનો ખર્ચ

મુકેશ અંબાણીની પાર્ટી હોય અને રોનક ન હોય. અંબાણી ઉદયપુરમાં દીકરી ઇશાના લગ્ન પહેલાં પ્રી વેડિંગ પાર્ટીનું અાયોજન કરી રહ્યાં છે. જેમના દુનિયાભરમાં અતિથીઓ મહેમાન બનશે. અંબાણીએ ઉદયપુરની ફાઇવસ્ટાર હોટલો બુક કરી લીધી છે. અતિથીઓની જોરદાર અાગતા સ્વાગતા માટે 1000 અતિ ભવ્ય કારોનો કાફલો ઉદયપુર પહોંચ્યો છે.  ઈશા અંબાણી અને આનંદ પીરામલ 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્નની ગાંઠે બંધાશે. જો કે એ પહેલાં બંને પરિવારો ઉદયપુરમાં ઉજવણી કરશે. એ માટે રાજસ્થાનના ઉદયપુરમાં આગામી તારીખ 8 અને 9મીએ એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજ્જારો વિશેષ અતિથિઓ શામેલ થશે.

રાજસ્થાનમાં ચાલી રહી છે જોરદાર તૈયારીઓ

એકબાજુ રાજસ્થાનમાં ચૂંટણીની મોસમ ફૂલ ફ્લેજમાં છે તો બીજી બાજુ આટલી વિશાળ સંખ્યામાં આયોજિત ભવ્ય પાર્ટીમાં ભાગ લેવા મહેમાનોની આવાગમન રહેવાથી ઉદયપુરમાં મહારાજા પ્રતાપ એરપોર્ટ પર પ્લેનની ભારે અવરજવર જોવા મળશે. ઉદયપુરમાં શાહી પાર્ટીના આયોજનમાં વ્યવસ્થાના ભાગ રૂપે શહેરની તમામ ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવી દેવામાં આવ્યા છે. સાથે જ 1000 લકઝરી કારનો કાફલો પણ આવાગમન માટે તૈનાત કરવામાં આવ્યો છે. જે અતિથિઓને એરપોર્ટ પરથી સમારંભના સ્થળે લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે. આ લકઝરી કારોમાં જગુઆર, પોર્શ, મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યૂ જેવી આલિશાન ગાડીઓનો કાફલો છે.

દુનિયાભરમાંથી વિશેષ અતિથિઓ મહેમાન તરીકે આવશે

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અને અજય પીરામલ તેમજ સ્વાતી પીરામલના પુત્ર આનંદના લગ્ન પૂર્વેના સમારંભ (પ્રી વેડિંગ પાર્ટી)માં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી વિશેષ અતિથિઓ મહેમાન તરીકે આવશે. સપ્ટેમ્બર મહીનામાં ઈશા અને આનંદ પીરામલની સગાઈ થઈ હતી. ત્યારે ઈટાલીના લેક કોમોમાં આયોજિત સમારંભમાં દુનિયાભરમાંથી આશરે 600 અતિથિઓ પહોંચ્યા હતા. જો કે પ્રી વેડિંગ પાર્ટીમાં મહેમાનોની સંખ્યા ઘણી વધારે હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉદયપુરમાં સમારંભ પૂર્ણ થયા પછી અંબાણી – પીરામલ પરિવાર મુંબઈ પાછા ફરશે જ્યાં લગ્ન સંપન્ન થશે.

દિકરા માટે પણ પ્રી -એંગ્જમેન્ટ પાર્ટીનું આયોજન થયું હતું 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીનો દીકરો આકાશ અંબાણીની પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીનું આયોજન  મુંબઈમાં આવેલા તેમના ઘેર એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આ સેલિબ્રેશનને યાદગાર બનાવા માટે બોલિવૂડનાં સ્ટાર્સ પર પહોંચ્યા હતા. જેના કેટલાંક ફોટો અને વીડિયો વાયરલ થયા છે.

તેમજ આ સેલિબ્રેશન દરમિયાન નીતા અંબાણીનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે તે પાર્ટીમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. નીતા અંબાણી આ પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીમાં લાલ કલરની સાડીમાં જોવા મળી હતી. તેમજ હેવી જ્વેલરી અને નથની પહેરી હતી જેમાં તેઓ સુંદર દેખાતા હતા. 54 વર્ષની નીતા આ લુકમાં સારી દેખાતી હતી.

પાર્ટીના એક ખાસ વીડિયોમાં નીતા ફિલ્મ કાઈ પો છે ના ગીત શુભારંભ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

તેમજ પાર્ટીનાં અન્ય એક વીડિયોમાં નીતાની દીકરી ઈશા અંબાણી ભાઈ આકાશ અંબાણી અને થનારી ભાભી શ્લોકા મહેતાની સાથે ગુજરાતી પરંપરા મુબજ તમામ વિધી કરતી હતી.

Related posts

રેપકેસમાં મોદી સરકારના પૂર્વ પ્રધાનની ધરપકડ, વિદ્યાર્થીની સાથે આચર્યું હતું કુકર્મ

Arohi

ટેક્સીમાં 3 કોન્ડમ સાથે લઈને ફરે છે ડ્રાઈવર્સ, જાણો શું છે કારણ?

Arohi

5 યુવતિઓએ બનાવી’ગેંગ્સ ઓફ હની ટ્રેપ’ , નેતા-અધિકારીઓ હતા નિશાના પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!