GSTV
India ટોપ સ્ટોરી

પ્રદ્યુમન હત્યા કેસ: CCTVમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું, તપાસ ટીમે ફૂટેજ ભેગા કર્યા

ગુરુગ્રામમાં રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલનો પ્રદ્યુમન હત્યા કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. 7 વર્ષના બાળકની દર્દનાક હત્યા શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે ઘણી વિચલિત કરે તેવી છે. તપાસમાં જોડાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજનો મહત્વપૂર્ણ પૂરાવો હાથ લાગ્યો છે. પરંતુ પ્રધ્યુમનની હત્યા કેમ થઈ તે હજુ રહસ્ય છે.

ગુરુગ્રામમાં આવેલી રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના પ્રધ્યુમનની હત્યાને અઠવાડિયું થયું. હજુ પણ તેના માતા-પિતા અને પિરવાર ભારે આઘાતમાં છે. પોલીસે પ્રધ્યુમનની હત્યા મામલે પહેલા જ સ્કૂલ બસના કંડક્ટર અશોકની ધરપકડ કરી લીઘી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. કંડક્ટર વિરુદ્ધ પુરાવા શોધી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે સ્કૂલના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને તેની તપાસ કરી. તો તેમાં મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે.

સ્કૂલના જે ટોયલેટમાં પ્રધ્યુમનની હત્યા કરવામાં આવી તેની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં તેના મોતનો ખેલ કેદ થયો છે. આ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઘણા વિચલિત કરે તેવા છે. ફૂટેજમાં લોહીથી ખદબદ માસૂમ પ્રદ્યુમન ટોયલેટની બહાર ફર્શ પર પડતો જોવા મળ્યો. એસઆઈટીએ તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ભેગા કરીને જોયું તો જણાયું કે જે બસમાં આરોપી કંડક્ટર અશોક હતો તે સવારે 7.40 વાગ્યે સ્કૂલ પરિસરમાં પહોંચી હતી. બસ ખાલી કર્યા બાદ આરોપી કંડક્ટર સ્કૂલમાં બસ પાર્ક કરાવીને ટોયલેટ તરફ જાય છે. બરાબર તે સમયે 7.55 વાગ્યે પ્રધ્યુમનને લઈને તેના પિતા પહોંચે છે. પ્રધ્યુમનના પિતા તેને અને તેની બહેનને સ્કૂલે મૂકીને પરત ફરે છે. પ્રધ્યુમનની બહેન તેના ક્લાસ તરફ જાય છે. પ્રધ્યુમન ક્લાસમાં જતા પહેલા ટોયલેટ તરફ જાય છે.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, કંડક્ટર અશોક અને પ્રદ્યુમન એક બાદ એક ટોયલેટમાં જાય છે. સવારે 7.55 થી 8.10 વાગ્યા સુધી લગભગ 15 મિનિટ કોઈ ટોયલેટમાં જતું જોવા મળતું નથી. બાદમાં અશોક ટોયલેટથી બહાર નીકળીને જતો રહે છે. બાદમાં પ્રધ્યુમન એક હાથથી તેના ગળાને પકડીને લોહીથી લથપથ બહાર આવતો જોવા મળે છે. ત્યારબાદ ત્યાં સ્કૂલનો માળી ટોયલેટ જતો દેખાય છે. જે ટોયલેટની બહાર લોહી સાથે વિદ્યાર્થીને જોઈને બૂમાબૂમ કરે છે. જેનાથી સ્કૂલમાં હડકંપ મચી જાય છે. હંગામો થતો જોઈ કંડક્ટર અશોક પણ ત્યાં પહોંચે છે. અને તે પ્રધ્યુમનને ઉઠાવીને ટીચરની ગાડીમાં લઈ જાય છે.

એસઆઈટીએ સ્કૂલના માળીની અટકાયત કરી છે. સાથે તમામ ટીચિંગ સ્ટાફની પૂછપરછ કરીને તમામનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આટલા નાના બાળકની હત્યા કેમ કરવામાં આવી તેની પાછળનું કારણ હજુ અકબંધ છે. આ ઘટનાના મૂળ ઉંડા હોય તેવી આશંકા છે. કેટલાક લોકો આ ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની ચર્ચા કરી રહ્યા છે.

Related posts

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi

LIVE! ગુજરાત ચૂંટણી/ હવે મતદાન માટે ગણતરીની મીનિટો બાકી, ઉમેદવારો દોડતા થયા

pratikshah

મતદાનના રેકોર્ડ / જાણો ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન ક્યાં અને ક્યારે નોંધાયું હતું

Nakulsinh Gohil
GSTV