પેનકીલર દવાના કારણે વધે શકે છે હાર્ટ એટેકનું જોખમ

    સામાન્ય પીડાશામક દવાઓનો ઉપયોગ હૃદયરોગના હુમલા અને આઘાત જેવા હૃદયના મુખ્ય રોગોનું જોખમ વધારી શકે છે. એક નવા અભ્યાસમાં આ અંગે ચેતવણી આપવામાં આવી છે. બીએમસીમાં પ્રકાશિત કરવામાં આવેલા આ અભ્યાસમાં ડાઈકલોફેનેકના ઉપયોગની તુલના અન્ય દવાઓ સાથે નહીં પરંતુ પેરાસિટામોલ અને અન્ય પરંપરાગ દર્દ નિવારક દવાઓ સાથે કરવામાં આવ્યો હતો.


   પેન કિલરના પેકેટ પર તે દવા જોખમી છે એવું છપાવું જરૂરી છે તેવી માંગ કરવામાં આવી હતી. ડેન્માર્ક સ્થિત આરહુસ યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોએ જણાવ્યું હતું કે, ડાઈ ક્લોફેનેક સામાન્ય વેચાણ માટે ઉપલબ્ધ હોવું જોઈએ નહીં અને જો તે વેચવામાં આવે, તો તેના સંભવિત જોખમને તેના પેકેટના આગળના ભાગમાં વિગતવાર ઉલ્લેખ કરવો જોઈએ. ડાઈકલોફેનેક એક પરંપરાગત બિન-સ્ટીરોડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ડ્રગ (એનએસએઇડ) છે, જે પીડા અને સોજો દૂર કરવા વિશ્વભરમાં વપરાય છે.


     આ સંશોધન અંતર્ગત ડાઈકલોફેનેકનો ઉપયોગ કરવાનો શરૂ કરનારા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે હૃદય સંબંધિત જોખમની સરખામણી અન્ય એનએસઇઆઈડી દવાઓ તેમજ પેરાસીટામોલનો ઉપયોગ કરનારા લોકો સાથે કરવામાં આવી હતી. તેથી નાના નાના દર્દમાં પેનકીલર નો ઉપયોગ કરવો ટાળવો જોઈએ.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter