GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

પેટ્રોલ-ડીઝલના ઘટ્યા ભાવ, આજે 9 માસમાં સૌથી નીચી સપાટીએ પહોંચ્યા

વર્ષ ૨૦૧૮ના છેલ્લા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચી સપાટીએ જોવા મળ્યા હતા. સોમવારના રોજ એક બાજુએ ડીઝલના ભાવ ૯ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે સૌથી સસ્તું પેટ્રોલ કોલકાતામાં મળી રહ્યું છે. તેમજ દિલ્હીમાં પણ પેટ્રોલના ભાવ એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો કર્યો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો કર્યો છે. આ સાથે દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ રૂ. ૬૮.૮૪ પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલમાં ૨૩ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોલકાતામાં, પેટ્રોલના ભાવ ૩૧ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં પેટ્રોલનો ભાવ ઘટીને લીટરદીઠ રૂ.૭૦.૯૬ની સપાટીએ બોલાઈ રહ્યો છે, જ્યારે ડીઝલ લીટરદીઠ રૂ.૬૪.૬૧ ની સપાટીએ છે. દેશનું નાણાકીય શહેર મુંબઇમાં પેટ્રોલ ૨૦ પૈસા ઘટીને પ્રતિ લિટર રૂ.૭૪.૪૭ અને ડીઝલ ૨૫ પૈસા ઘટી પ્રતિ લીટર રૂ.૬૫.૭૬ થયું છે. જો ચેન્નઈની વાત કરીએ તો, ત્યાં પેટ્રોલ ૨૧ પૈસા ઘટીને લીટરદીઠ રૂ.૭૧.૪૧ અને ડીઝલ ૨૪ પૈસા ઘટી રૂ.૬૬.૩૫ નોંધવામાં આવ્યો છે.

માર્ચ પછી ડીઝલ પણ સૌથી નીચા સ્તરે

રવિવારના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ.૬૯.૨૬થી ઘટીને રૂ.૬૯.૦૪ થયો હતો, જ્યારે ડીઝલ ૬૩.૩૨ રૂપિયાથી ઘટી ૬૩.૦૯ રૂપિયા પ્રતિ લિટર થયો હતો. માત્ર એક દિવસને બાદ કરતાં પેટ્રોલની કિંમત ૧૮ ઓક્ટોબરથી સતત ઘટી રહી છે અને હવે તે ૨૦૧૮ની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. માર્ચ પછી ડીઝલ પણ સૌથી નીચા સ્તરે છે. પેટ્રોલ ૧૮ ઓકટોબરથી લઈને અત્યાર સુધીમાં રૂ.૧૩.૭૯ જેટલું સસ્તું થયું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ડીઝલમાં રૂ.૧૨.૦૬ જેટલો ઘટાડો દર્શાવ્યો છે. ૪ ઓક્ટોબરના રોજ, પેટ્રોલ દિલ્હીમાં ૮૪ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં પ્રતિ લીટર રૂ. ૯૧.૩૪ ના સર્વાત્રિક ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ.૭૫.૪૫ હતો અને મુંબઇમાં રૂ. ૮૦.૧૦ ની સૌથી ઊંચી સપાટીએ હતો.

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!