GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પેટ્રોલ-ડિઝલ થયું મોંઘુ, પ્રતિ લિટર ઝીંકાયો આટલો વધારો

પેટ્રોલ

મહારાષ્ટ્રની ૧૦૦ દિવસ જૂની મહાવિકાસ આઘાડી સરકારે આજે પોતાના રજૂ કરેલા નાણા વર્ષ ૨૦૨૦-૨૧ માટેના અંદાજપત્રમાં રાજ્યના ઉદ્યોગોને રાહત પૂરી પાડવા ઉપરાંત રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પગલા જાહેર કર્યા છે. આ ઉપરાંત દેવા હેઠળના રાજ્યના ખેડૂતો માટે ખાસ કર્જમાફી યોજનાની પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યની તિજોરીમાં આવક વધારવા પેટ્રોલ-ડિઝલ (Petrol-Diesel) પરના વેટમાં પ્રતિ લીટર ૧ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આજે સવારે વિધાનસભામાં રાજ્યના નાણા પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મહારાષ્ટ્રનું વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજ પત્ર રજૂ કર્યું હતું. જેમાં અંદાજિત મહેસૂલ ખાધ ૯૫૧૧ કરોડ રૂપિયા દર્શાવી છે.

સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો

અંદાજપત્રમાં અંદાજિત મહેસૂલી આવક ૩ લાખ ૪૭ હજાર ૪૫૭ કરોડ રૂપિયાની સામે અંદાજિત ખર્ચ ૩ લાખ ૫૬ હજાર ૯૬૮ કરોડ રૂપિયા દર્શાવી છે. આમ મળીને અપેક્ષિત  ખાધ ૯૫૧૧ કરોડ બતાવી છે. જોકે રાજ્યના માથે દેવુ ૪ લાખ ૭૧ હજાર ૬૪૨ કરોડ રૂપિયાનું બતાવવામાં આવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રજૂ કરેલા બજેટમાં સ્ટેમ્પ ડયુટીમાં ૧ ટકો ઘટાડો કરતાં રિઅલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે અને ઘર ખરીદ કરનારાને રાહત મળશે. એટલે કે વર્તમાન સ્ટેમ્પ ડયુટી ૬ ટકા હતી તે ઘટાડીને પાંચ ટકા કરી છે. તે આગામી બે વર્ષ સુધી મુંબઇ, નાગપુર અને પુણે મહાનગર રિજનર્સને લાગુ પડશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન લગતા કેટલાક ખર્ચામાં રાહતની જોગવાઇ કરી છે. જ્યારે રાજ્યમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઔદ્યોગિક વપરાશ માટેની વીજ ફી  હાલમાં ૯.૩ ટકા હતી. જે ઘટાડીને ૭.૫ ટકા પ્રસ્તાવિત કરાઇ છે.

વેટમાં વધારો

આથી વીજ કરમાં સવલત મળતાં રાજ્યને દર વર્ષે ૨૫૦૦ કરોડ રૂપિયાની મહેસૂલ અપેક્ષિત છે. એમ નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે જણાવ્યું હતું. જ્યારે મહેસૂલી આવક વધારવા માટે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલ વેચાણના વેચાણ વેરા (વેટ) પરના કરમાં વધારે ૧ રૂપિયા પ્રતિલીટર કર્યો છે. આથી રાજ્યની તિજોરીમાં વર્ષે ૧૮૦૦ કરોડ જમા થશે એવો અંદાજ મૂક્યો છે. એમ તેમણે ઉમેર્યું હતું. આ સિવાય સરકારે સ્પેશિયલ ડેડીકેટર ફંડ જેને ગ્રીન ફંડ તરીકે નિમિત્ત કરાશે. ગ્રીન ફંડની રકમ રાજ્ય શાસન પર્યાવરણ સંવર્ધન તથા જતનમાં, તેમજ ખાસ સિવરેજ લાઇન તથા કચરાના વ્યવસ્થાપના કાર્યક્રમ હાથ ધરસે, એમ અજીત પવારે જણાવ્યું હતું. હકીકતમાં આર્થિક મંદીને રાષ્ટ્રીય સ્તરે અર્થવ્યવસ્થા અને વિકાસની ગતિ પર પરિણામ આવ્યું છે. એમ તેમણે જણાવ્યું હતું.

Read Also

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!