GSTV
Home » News » પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત્

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત્

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. શનિવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ દીઠ 19 પૈસા અને ડીઝલ પર 11 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 78.99 રૂપિયા અને ડીઝલ 73.53 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 84.49 રૂપિયા અને ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે.

ભોપાલમાં પેટ્રોલ 82.15 રૂપિયા અને ડીઝલ 74.94 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં પેટ્રોલ કરતા ડીઝલ વધુ મોંઘુ છે. અમદાવાદમાં પેટ્રોલ 76.09 રૂપિયા અને ડીઝલ 76.86 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક દિવસની સ્થિરતાને બાદ કરતા સતત 17 દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત એક માસમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 14 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગામી સમયગાળામાં વધુ ઘટાડાની શક્યતા છે.

Related posts

આજે સંસદનાં સંયુક્ત સત્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ, મોદી સરકારના એજન્ડા રાખશે સામે

Mansi Patel

ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

Dharika Jansari

ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!