GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 10માં દિવસે ઘટાડો

Last Updated on June 30, 2019 by Alap Ramani

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 10માં દિવસે ઘટાડો થયો છે. શનિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતોમાં નરમાશ બાદ ઘરઆંગણે ઈંધણની કિંમતો ઘટી છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 40 પૈસા અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 80.45 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલમાં 40 પૈસા અને ડીઝલમાં 37 પૈસા પ્રતિ લિટરે ઘટયા છે. જેને કારણે મુંબઈમાં પેટ્રોલ 85.93 રૂપિયા અને ડીઝલ 77.96 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. મહત્વપૂર્ણ  છે કે તાજેતરમાં સાઉદી અરેબિયાએ કહ્યું છે કે જરૂરત ઉભી થયે તેઓ ખનીજતેલની આપૂર્તિ માટે પગલા ઉઠાવશે. સાઉદી અરેબિયાની ઘોષણા બાદ ખનીજતેલની કિંમતોમાં ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે ધરઆંગણે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાં રાહત મળી છે.

સતત 10માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાતા સામાન્ય માણસને થોડીક રાહત થઈ છે.આજે પેટ્રોલ પર 40 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે.જોકે અમદાવાદમાં ઉલટી ગંગા વહી રહી છે.અમદાવાદમાં પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધુ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં પેટ્રોલ પર 38 પૈસાનો ઘટાડો થયો છે.તો ડીઝલમાં 36 પૈસાનો ઘટાડો નોંધાયો છે.આજે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 77.47 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યુ છે.તો ડીઝલનો ભાવ 77.69 પૈસા છે.આમ પેટ્રોલ કરતા ડીઝલ 22 પૈસા મોંઘુ છે.

Gujarat Government Advertisement

Related posts

ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા

Pravin Makwana

આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા

Pravin Makwana

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!