GSTV

પેટ્રોલની કિંમતોમાં સતત 13માં દિવસે અને ડીઝલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા બાદ પૈસે-પૈસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પેટ્રોલની કિંમતોમાં સતત 13માં દિવસે અને ડીઝલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના બાવમાં 20 પૈસા અને ડીઝલની કિંમતોમાં સાત પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ 79.55 રૂપિયા અને ડીઝલ 73.78 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલમાં 20 પૈસા અને ડીઝલમાં આઠ પૈસાનો ઘટાડો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 85.04 રૂપિયા અને ડીઝલ 77.32 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત સોમવારે શરૂઆતના કારોબાર દરમિયાન ગત સત્રના મુકાબલે લગભગ સપાટ ર્હયા હતા. બ્રેંટ ક્રૂડના જાન્યુઆરીના સોદા આઈસીઈ પર 0.04 ટકાની નરમાશ સાથે 77.63 ડોલર પ્રતિ બેરલ પર રહ્યું હતું. જ્યારે ડબલ્યૂટીઆઈના ડિસેમ્બરના સોદામાં 0.07 ટકાના વધારા સાથે 67.64 ડોલર પ્રતિ બેરલે કારોબાર ચાલી રહ્યા હતો. ખનીજતેલની કિંમતોમાં ત્રણ સપ્તાહથી વધારે સમય દરમિયાન નરમાશનું વલણ બનેલું છે.

ખનીજતેલમાં નરમાશને કારણે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો છે. કારણ કે ભારત પોતાની ખનીજતેલની જરૂરિયાતોના લગભગ 80 ટકા આયાત કરે છે. ખનીજતેલની આયાત સસ્તી થવાથી દેશમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલ સહીત અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો ઘટે છે. તો ખનીજતેલ માટે ડોલરની જરૂરિયાત ઓછી થવાને કારણે ડોમેસ્ટિક કરન્સીમાં ઘટાડાને રોકવામાં મદદ મળે છે.

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana

જયલલિતાની સૌથી અંગત શશિકલા 4 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, શું ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરશે કે પછી….

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!