પાકિસ્તાનના પીએમ ઇમરાનખાનની નફટાઈ : ભારતને આપી આ ખુલ્લી ધમકી

Pakistani Prime Minister

પુલવામાં હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનનું પ્રથમ નિવેદન આવ્યું છે, જેઓએ કહ્યું છે કે, આ જૂનું પાકિસ્તાન નહીં પણ નવું પાકિસ્તાન છે. અમારો કોઈ આ હુમલામાં નથી તમારી પાસે પુરાવા હોય તો અમને પુરાવાઓ આપો. હુમલાઓ કરી અમારો કોઈ ફાયદો નથી. જો ભારત સરકાર આ બાબતે કોઈ પુરાવા આપશે અમે ગેરંટી આપીએ છીએ કે કાર્યવાહી થશે. છેલ્લા 15 વર્ષથી અમે પણ આતંકવાદીઓથી ત્રસ્ત છે. પાકિસ્તાનમાં રહેલા જૈશ એ મોહમંદ સામે આરોપો બાદ ભારતે પાકિસ્તાન પર સીધા આરોપો મૂક્યા છે. ભારત આ બાબતે કોઈ કાર્યવાહી કરશે તો તેઓ વળતી કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી આપી છે.

14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું નિવેદન સામે આવ્યું છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતની સરકારે પાકિસ્તાન પર આરોપ લગાવ્યા છે. પરંતુ સાઉદી અરબના પ્રિન્સના દૌરા પર અમારું ધ્યાન હતું. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પુલવામા હુમલા પર પાકિસ્તાન સામે ભારતના આક્ષેપો પર સવાલ કર્યા હતો અને કહ્યું હતું કે તેમનો દેશ સ્થિરતા ઇચ્છે છે નહીં કે આતંકવાદ. ઇમરાને કહ્યું કે જો પુલવામા હુમલા અંગે ભારત પાસે પુરાવા અથવા ગુપ્ત માહિતી હોય તો હું તમને ખાતરી આપુ છું કે અમે પગલાં લઈશું.

શું કહ્યું ઇમરાનખાને

અમે હિન્દુસ્તાનનો અવાજ સાંભળી રહ્યાં છીએ, રાજકારણી બોલી રહયા છે કે, પાકિસ્તાનને શબક શિખવાડવો જોઈએ. બદલો લેવો જોઈએ , સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ. જો તમે એમ સમજતા હો કે તમે પાકિસ્તાન પર હુમલો કરશે અને પાકિસ્તાન પલટવાર નહીં કરે તો તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે, જંગ શરૂ કરવી આસાન છે જોકે, તેને બંધ કરવી આપણા હાથની વાત નથી. એટલા માટે હું આશા રાખું છું કે બુદ્ધિથી કામગીરી લેવામાં આવે….

  • પાકિસ્તાન પર ખોટા આરોપ લગાવાયા છે
  • અમે તપાસ માટે તૈયાર છીએ
  • પુલવામા હુમલા પર ઇમરાનખાનની તીખી પ્રતિક્રિયા
  • પુરાવા આપ્યા વિના પાકિસ્તાન સામે આક્ષેપો
  • અમને પુરાવા આપવામાં આવે
  • તમે મને પુરાવા આપો હું કાર્યવાહીની ગેરંટી આપું છું
  • આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમારા 70 હજાર પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા છે.
  • પાકિસ્તાન વળતો પ્રહાર કરશે
  • ઇમરાનખાનની ભારતને ધમકી

ઈમરાન ખાને કહ્યું- અમે સ્થિરતા ઈચ્છીએ છીએ, એવામાં હુમલાનું ષડયંત્ર કેમ કરીએ? અમે આતંકવાદના મુદ્દે પણ વાતચીત માટે તૈયાર છીએ. ભારત વિચારે કે કાશ્મીરના યુવકો મરવા-મારવા પર કેમ આવી ગયા? ઈમરાનના નિવેદન પહેલાં ભારતીય સેનાએ કહ્યું હતું કે- પુલવામા હુમલામાં પાકિસ્તાન સેનાનો પણ હાથ છે. આ નિવેદન બાદ ઇમરાનખાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ઈમરાને વધુમાં કહ્યું કે, “તમારે ત્યાં ચૂંટણીનો સમય છે. જો તમે ઈચ્છો છો કે પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરીશું તો પાકિસ્તાન રિટેલિએટ (જવાબી કાર્યવાહી) કરશે. આપણે બધાં જાણીએ છીએ કે જંગ શરૂ કરવાનું કામ સહેલું છે પરંતુ તેને ખતમ કરવાનું નહીં. આ કઈ તરફ જશે, તે તો અલ્લાહ જ જાણે છે. આ મુદ્દોનો ઉકેલ અફઘાનિસ્તાનન જેમ વાતચીતથી જ થશે.”

તો વળી આગળ ઈમરાને કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરવાનું વિચારે છે તો અમે પણ એનો બરાબરાની જવાબ આપશું એ વાત નક્કી છે. કોઈ બીજો વિકલ્પ નહીં હોય. તેમજ આગળ કહ્યું કે યુદ્ધ ચાલુ કરવુ આસાન છે પણ તેને બંધ કરવું મુશ્કેલ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter