પુજાઘરમાં જો આ મૂર્તિ હોય તો તરત જ હટાવી દો, બની શકે છે તમારા દુખોનું કારણ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે પુજાઘરનું ઘણુ મહત્વ છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાય રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે મંદિર રાખવામાં આવે છે. ઘરમાં પુજાઘર રાખવાનું મહત્વ સદીઓથી ચાલ્યુ આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા ઘરમાં અમુક મૂર્તિઓ રાખવાને કારણે નુકશાન થતુ હોય છે. જેના લીધે ઘરમાં રહેલ સુખ-સંપતિમાં ઘટાડો થાય છે. અને પરિવાર વચ્ચે પણ મતભેદ ઉભા થાય છે.

કાળ ભૈરવ

ઘરની અંદર રહેલા પૂજાઘરમાં કાળભૈરવની મૂર્તિ રાખી તેનુ પુજન કરવું વાસ્તુ શાસ્ત્ર મુજબ યોગ્ય ગણાતુ નથી. કાળભૈરવને શિવનું રુપ માનવામાં આવે છે. અને તે તંત્ર શાસ્ત્રના દેવ માનવામાં આવ્યા છે. તેની પુજા ઘરની બહાર થાય તે જ યોગ્ય છે.

શનિ દેવ

એવુ કહેવાય છે કે શનિદેવની વક્રદ્રષ્ટિ જેના પર પડે છે. તેના ખરાબ દિવસની શરુઆત થાય છે. ભગવાન શનિની મૂર્તિનું ઘરની બહારના ભાગમાં પુજન થાય તે વધુ સારી વાત છે.

નટરાજ

નટરાજને ભગવવાનું રૌદ્ર સ્વરુપ માનવામાં આવે છે. આથી ક્યારેય નટરાજની મૂર્તિ ઘરમાં રાખવી જોઇએ નહિં. અને તેનુ પૂજન પણ ઘરમાં રાખીને ન કરવુ જોઇએ.

રાહુ – કેતુ

રાહુ-કેતુ મૂર્તિનું પૂજન ઘરમાં ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવુ જોઇએ ઘરની અંદર રહેલ મંદિરમાં આ દેવનું પૂજન કરવુ એ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter