પીરિયડ્સ વખતે થતી પીડામાંથી મળશે મુક્તિ, અજમાવો આ અસરકારક ઉપાય

માસિક સમયે મોટાભાગની મહિલાઓ અને કિશોરીઓને પેડૂમાં, કમરમાં અને પગમાં દુખાવો થતો હોય છે. આ દુખાવો દૂર કરવા અને રાહત અનુભવવા માટે તેઓ પેન કિલર દવાઓની મદદ લે છે. દવા ખાવાથી તુરંત આરામ તો મળી જાય છે પરંતુ તેનાથી હોર્મોન અસંતુલીત થઈ જાય છે અને વળી માસિક પણ અનિયમિત સમયે આવે છે. દવા ખાવાથી સ્વાસ્થ્ય પર આડ અસરો પણ થઈ શકે છે. મહિલાઓની માસિકની આવી સમસ્યાઓનો ઉપાય નિષ્ણાંતોએ શોધી કાઢ્યો છે. આ ઉપાય છે નેચુરોપૈથી, જી હાં નિષ્ણાંતો અનુસાર નેચુરોપૈથીમાં એવા અનેક ઉપાયો છે જે મહિલાઓને માસિકની પીડામાંથી મુક્તિ અપાવી શકે છે.

માસિક સમયે પીડા થવાના કારણ

શરીરમાં રક્તની ખામી, અસંતુલિત આહાર, માનસિક તાણ, ફિઝિકલ એક્ટિવિટીની ખામી, રક્ત વિકાર અને નબળાઈ. શરીરની આ તકલીફોના કારણે મહિલાઓને માસિક સમયે દુખાવો થાય છે. 

ઉપાય

1. આ ઉપાય માસિક શરૂ થાય તેના સાત દિવસ પહેલાથી શરુ કરવાનો હોય છે. તેમાં શરૂઆતના 4 દિવસ જ્યૂસ અને પછી ત્રણ દિવસ ફળ લેવાના હોય છે. આ ઉપરાંત એનિમા લઈ અને પેટ સાફ કરવાનું હોય છે.

2. કટિ સ્નાન પદ્ધતિ માટે રોજ સવારે એક ટબમાં ગરમ પાણી ભરી અને તેમાં 30 મિનિટ સુધી બેસવાનું હોય છે. આ ક્રિયા દરમિયાન માથા પર ઠંડા પાણીમાં બોળેલો ટુવાલ રાખવો જોઈએ.

3. ત્રીજી પદ્ધતિ છે સૂર્યસ્નાન, શરીરને કેળાના પાનથી ઢાંકી અને સવારે 10થી 30 મિનિટ સુધી શરીર પર તડકો લેવો. 

4. આ ઉપરાંત સવારે અને સાંજે શરીર પર ગરમ પાણીથી શેક લેવો જોઈએ. પરંતુ માસિકના ચાર દિવસ ચાલતા હોય ત્યારે કટિ સ્નાનથી જ શેક કરવો. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter