પીઠ કે ગરદનમાં દુખાવો થતો હોય તો બદલી નાંખો આ આદત, નહી તો ચુકવવી પડશે ભારે કિંમત

કોમ્યૂટર કે લેપટોપ પર કામ કરતી વખતે તમને ગરદન કે પીઠમાં દુખાવો થાય છે ? જો હા તો તમારે તુરંત તમારા બેસવાની સ્થિતીમાં ફેરફાર કરવો જોઈએ. કોમ્યૂટરને નજીકથી અને માથુ નમાવીને જોવાના કારણે ગરદન પર દબાણ આવે છે અને તેના કારણે થાક, માથાનો દુખાવો, એકાગ્રતાની ખામી, સ્નાયૂમાં નબળાઈ આવે છે.

લાંબા સમય સુધી આ પ્રકારના દુખાવાને અવગણવામાં આવે તો કરોડરજ્જુને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. શોધકર્તાઓના જણાવ્યાનુસાર આ રીતે બેસવાથી માથું નમાવવાની ક્ષમતા પણ ઘટી શકે છે.

જ્યારે આપણે સીધી સ્થિતીમાં બેસીએ છીએ ત્યારે સ્નાયૂ માથા તેમજ ગરદનના ભારને ટેકો આપે છે. જ્યારે તમે માથાને 45 ડિગ્રી પર આગળની તરફ ઝુકાવીને રાખો છો ત્યારે ગરદન પર વજન આવે છે અને તેના કારણે ખભા,પીઠ અને ગરદનમાં દુખાવો થાય છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter